મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ
SHARE
શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ
શેર બજારમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી કરવામાં આવતી હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે તેવામાં વધુ એક વખત મોરબીમાં આવેલ ઉમાટાઉનશીપ ખાતે રહેતા યુવાને ચાર શખ્સો દ્વારા શેર બજારમાં રોકાણ કરવા માટેની સ્કીમો આપવામાં આવી હતી અને ત્યારબાદ નાની રકમનું રોકાણ કરાવીને તેને 9,400 નું વળતર પણ આપવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરાવવા માટે આંગડિયા પેઢી મારફતે તથા યુપીઆઈ અને બેંક ટ્રાન્જેક્શન મારફતે કુલ મળીને 86,25,950 રૂપિયા 4 શખ્સો દ્વારા મેળવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાનની સાથે ઠગાઈ કરવામાં આવી છે જેથી હાલમાં ભોગ બનેલા યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમાં આવેલ ઉમા ટાઉનશિપ ખાતે ગુંજન હોમ્સમાં રહેતા ભરતભાઈ ખીમજીભાઇ વરમોરા (45) એ હાલમાં રોહિતકુમાર, લલિતભાઈ, સાગર પટેલ અને નચિકેતભાઈ બળદેવભાઈ રબારી નામના ચાર શખ્સોની સામે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દીકરાને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાની ખોટી સ્કીમો ચારેય આરોપીઓ દ્વારા આપવામાં આવી હતી અને આયોજનબદ્ધ રીતે કાવતરું કરીને આરોપી રોહિતભાઈ, લલિતભાઈ અને સાગર પટેલે માધવભાઈ શેઠના એજન્ટ બની ફરિયાદીના દીકરાને ફોન કરી શરૂઆતમાં નાની નાની રકમનું સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવીને રૂપિયા 9400 નો નફો કરાવ્યો હતો અને ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરવા ફરિયાદીના દીકરા પાસેથી અલગ અલગ યુપીઆઈ અને બેંક ટ્રાન્જેક્શન મારફતે 4,87,350 તથા આંગડિયા પેઢી મારફતે આરોપી નચિકેતભાઈ બળદેવભાઈ રબારી નામના શખ્સને હિંમતનગર ખાતે પીએમ આંગડિયામાં 81,48,000 આમ કુલ મળીને 86,25,950 ની રકમ ચારેય આરોપીઓ દ્વારા મેળવી લેવામાં આવી હતી અને ત્યારબાદ ફરિયાદીના દીકરા સાથે ઠગાઈ કરવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલા યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સાયબર ક્રાઈમનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે