હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેડા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ
SHARE
હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેડા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ
હળવદની સીમમાંથી રાયસંગપુર ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ ધોળા કુવા તરીકે ઓળખાતા વિસ્તારમાં વાડીએ ચાલવાના રસ્તા બાબતે બે ખેડૂતોના પરિવાર વચ્ચે બોલાચાલી અને મારા મારી થઈ હતી અને ત્યારે સામસામે બંને પક્ષેથી લાકડાના ધોકા, સોરીયા અને ધારિયા વડે મારામારી કરવામાં આવી હતી જે બનાવમાં બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંનેપક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
હળવદમાં ખારી વાડી રામનગર ખાતે રહેતા જયંતીભાઈ રણછોડભાઈ સોનાગ્રા (44)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઘનશ્યામભાઈ કરસનભાઈ સોનાગ્રા, સંજયભાઈ ઘનશ્યામભાઈ સોનાગ્રા, પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ સોનાગ્રા અને કૌશલભાઈ રમેશભાઈ સોનાગ્રા રહે. બધા મહાદેવનગર હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ ફરિયાદીની વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને ફરિયાદી તથા સાહેદને તેઓની માલિકીની જમીન ઉપર પાળો ન બાંધવા માટે કહ્યું હતું અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ફરિયાદી તથા સાહેદને ઢીકાપાટુનો મારમારીને ઈજા કરી હતી ત્યારે આરોપી ઘનશ્યામભાઈએ ધોકા વડે, સંજયભાઈએ ધારિયા વડે, પ્રવીણભાઈ સોરીયા વડે અને કૌશલભાઈએ ધોકા વડે સાહેદને માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં હળવદના મહાદેવનગર વિસ્તારમાં રહેતા સંજયભાઈ ઘનશ્યામભાઈ સોનાગ્રા (32)એ જયંતીભાઈ રણછોડભાઈ સોનાગ્રા, યોગેશભાઈ જયંતીભાઈ સોનાગ્રા, રણછોડભાઈ અમરશીભાઈ સોનાગ્રા અને નીતિનભાઈ રણછોડભાઈ સોનાગ્રા રહે. બધા ખારી વાડી રામનગર હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, આરોપીઓ ફરિયાદીની જમીનને ચાલવાના રસ્તે જેસીબીથી પાળો બાંધતા હતા જેથી પાળો ન કરવા માટે તેને ફરિયાદી અને સાહેદોએ કહ્યું હતું જે આરોપીઓને સારું નથી લાગતા જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે જયંતિભાઈએ સોરીયાથી, અને બાકીના ત્રણે આરોપીઓ પાવડાના હાથા, લાકડાના ધોકા અને સોરિયા લઈ આવીને ફરિયાદી તથા સાહેદની સાથે ઝઘડો કર્યો હતો જે બનાવમાં ઇજા પામેલા લોકોએ સારવારમાં ખસેડવામાં આવેલ હતા અને હાલમાં સામસામે મારામારીના આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.