વાંકાનેરમાં સોનીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલ બે મહિલાઓ કરી 1.85 લાખની સોનાની બાલીઓની ચોરી
SHARE
વાંકાનેરમાં સોનીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલ બે મહિલાઓ કરી 1.85 લાખની સોનાની બાલીઓની ચોરી
વાંકાનેરની મેઇન બજારમાં આવેલ સોનીની દુકાને બે મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી ત્યાર બાદ ત્યાં વેપારીની નજર ચૂકવીને સોનાની 65 બાલીઓની ચોરી કરી હતી જેથી 1.85 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાની દુકાનદાર દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
થાન તાલુકાના સરોડી ગામે રહેતા અરવિંદભાઈ જીવણભાઈ કુમખાણીયા (32)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરની મેઇન બજારમાં નવકાર સિલેક્શન સામે ખુશાલ જ્વેલર્સ નામની સોના ચાંદીની તેઓની દુકાને આવેલી છે અને ત્યાં બે મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી અને ત્યારે દુકાનદારની નજર ચૂકવીને સોનાની બાલી 65 નંગ જેનો કુલ વજન 14 ગ્રામ અને કિંમત 1.85 લાખ રૂપિયા થાય છે તે સોનાની બાલીની ચોરી કરેલ છે જેથી હાલમાં દુકાનદાર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી મહિલાઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જુગાર રમતા બે પકડાયા
વાંકાનેરના આરોગ્યનગર એસટી ચોકમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ચકલા પોપટનો જુગાર રમતા અજયસિંહ વનરાજસિંહ ઝાલા (35) અને કરણ હસમુખભાઈ લોધા (23) રહે બંને આરોગ્યનગર વાંકાનેર વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 950 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.