મોરબીના લજાઈ પાસે બોલેરો-બાઇક અથડામણ, ત્રણ લોકો સારવાર મોરબીમાં વીજ કંપનીનો જર્જરિત વીજ પોલ તૂટી પડતાં ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં વિશ્વ કક્ષાના ઉદ્યોગની કમર તૂટી જશે: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 11 રૂપિયાનો વધારો, કારખાના બંધ થવાના સંકેત મોરબીના રંગપર નજીક કારખાનાના કવાર્ટરોમાંથી 7 મોબાઈલની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા મોરબીના વોર્ડ નં. 1 માં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરીને મેયર સહિતના પદાધિકારીઓએ કરી સમિક્ષા મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીની ભક્તિમય અને રંગારંગ ઉજવણી કરાઇ મોરબી: દૂધેશ્વર મહાદેવ મંદિરનો અમાસનો મેળો આ વર્ષે બંધ રહેશે, દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે મોરબીના કન્યા છાત્રાલય રોડને આરસીસી રોડ બનાવવા કોંગ્રેસનાં આગેવાને કમિશનરને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીની ભક્તિમય અને રંગારંગ ઉજવણી કરાઇ


SHARE





મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીની ભક્તિમય અને રંગારંગ ઉજવણી કરાઇ

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની નવયુગ વિદ્યાલય, નવયુગ શૈક્ષણિક સંકુલ-વીરપર તથા નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ ખાતે ભક્તિ, સંસ્કાર, સંગીત અને ભારતીય સંસ્કૃતિના અનોખા સંગમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નવયુગ પરિવાર જાણે ગોકુળ-વૃંદાવનના રંગે રંગાયો હોય તેવું મનમોહક વાતાવરણ સર્જાયું હતું. ક્યાંક રાધા-કૃષ્ણના રાસ, ક્યાંક મટકી ફોડનો ઉત્સાહ, ક્યાંક કૃષ્ણભક્તિના સૂર તો ક્યાંક મહાઆરતીના દિવ્ય પ્રકાશે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું.
 

કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણની આરતી સાથે કરવામાં આવી હતી. વિવિધ યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા રાસ, મણિયારો તથા શ્રીકૃષ્ણના જીવન અને સંસ્કૃતિ આધારિત વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તકે વિશેષ આકર્ષણ તરીકે નવયુગના ભૂતપૂર્વ અને વર્તમાન ગાયક તથા વાદન કલાકારો એક મંચ પર આવ્યા હતા. તેમના દ્વારા લાઈવ રિધમ સાથે કૃષ્ણ રાસ અને કૃષ્ણભક્તિના સંગીતની મનમોહક રજૂઆત કરવામાં આવતા સમગ્ર સંકુલ કૃષ્ણના સૂરોમાં ઝૂમી ઊઠ્યું હતું. અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મપ્રસંગને જીવંત બનાવવા મથુરાની જેલનું વિશેષ ડેકોરેશન અને ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા હતા અને જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

આ સંસ્થાના વિવિધ યુનિટ દ્વારા મટકી ફોડ-દહીં હાંડી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો. KG થી ધોરણ 5ના નાના ભૂલકાઓ દ્વારા *કૃષ્ણ-સુદામા નાટ્યકૃતિ તથા રાધા-કૃષ્ણ રાસ રજૂ કરવામાં આવ્યા હતા. નાના બાળકોની નિર્દોષ અભિનયકલા અને કૃષ્ણમય વેશભૂષાએ સૌનું મન મોહી લીધું હતું. તો નવયુગ વિદ્યાલય ખાતે પણ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણને છપ્પનભોગ અર્પણ કરી શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવા મટકી ડેકોરેશન સ્પર્ધા તથા ઝૂલા ડેકોરેશન સ્પર્ધા યોજવામાં આવી હતી.

નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ ખાતે નાનકડાં ભૂલકાઓ માટે વિશેષ જન્માષ્ટમી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાન્હા પૂજન અને આરતી, ટીચર દ્વારા ભક્તિ રાસ, બાળકોનો ગરબા-રાસ તથા મટકી ફોડ જેવા કાર્યક્રમોએ ઉજવણીને યાદગાર બનાવી હતી. રાધા-કૃષ્ણ અને બાળગોપાલની વેશભૂષામાં સજ્જ નાનકડાં બાળકો જાણે ગોકુળના નટખટ કાનુડા અને રાધારાણી બનીને આવ્યા હોય તેવું દૃશ્ય સર્જાયું હતું. કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણ સાથે આ ભક્તિમય ઉજવણી પૂર્ણ થઈ હતી આ પ્રસંગે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાએ સમગ્ર નવયુગ પરિવારને જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, “શિક્ષણનો અર્થ માત્ર પુસ્તકી જ્ઞાન આપવો નથી, પરંતુ વિદ્યાર્થીઓને આપણી ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને જીવનમૂલ્યો સાથે જોડવાનું પણ છે. ભગવાન શ્રીકૃષ્ણનું જીવન દરેક પરિસ્થિતિમાં કર્તવ્યનિષ્ઠ રહીને આગળ વધવાની પ્રેરણા આપે છે. નવયુગના વિદ્યાર્થીઓ જ્ઞાનની સાથે સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો પણ જીવનમાં ઉતારે એ જ અમારો પ્રયાસ છે.તેમણે વિવિધ કૃતિઓ રજૂ કરનાર તમામ વિદ્યાર્થીઓ તથા તેમને તૈયાર કરનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.




Latest News