મોરબીના કન્યા છાત્રાલય રોડને આરસીસી રોડ બનાવવા કોંગ્રેસનાં આગેવાને કમિશનરને કરી રજૂઆત
SHARE
મોરબીના કન્યા છાત્રાલય રોડને આરસીસી રોડ બનાવવા કોંગ્રેસનાં આગેવાને કમિશનરને કરી રજૂઆત
મોરબીમાં સરદાર બાગની સામેથી હાઇવે સુધી જતાં રોડ ઉપર અનેક ખાડા છે જેથી કરીને વિદ્યાર્થીઓએ તેમજ દર્દીઓ સહિતના હેરાન થાય છે માટે મોરબીના કન્યા છાત્રાલય રોડને વહેલી તકે આરસીસી રોડ બનાવવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસ સંગઠનના મંત્રીએ મહાપાલિકાના કમિશનરને રજુઆત કરેલ છે.
મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી તથા ઉપપ્રમુખ જોડિયા તાલુકા રાજપુત સમાજ સુરપાલસિંહ જાડેજાએ મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજુઆત કરેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં સરદારબાગ સામે ઓમ શાંતિ સ્કૂલથી કન્યા છાત્રાલય રોડ જે હાઇવે સુધી પહોંચે છે તે રોડ અતિબિસ્માર હાલતમાં છે જેથી વાહન ચાલકો સહિતના લોકોને હેરાન ગતિનો સામનો કરવો પડે છે ઉલેખનીય છે કે, આ રોડ ઉપર પાંચ સ્કૂલ-પ્લે હાઉસ, બે હોસ્પિટલ આવેલા છે જેથી ત્યાં સતત ટ્રાફિક રહે છે અને વિદ્યાર્થીઓએ તેમજ દર્દીઓ સહિતના હેરાન થાય છે આટલું જ નહીં પરંતુ રોડ ખરાબ હોવાથી વાહન સ્લીપ થવાના પણ બનાવો બને છે. અને નાના મોટા અકસ્માતો પણ થયા છે જેથી લોકોની સુખાકારી માટે વહેલી તકે આ રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.