મોરબીમાં વીજ કંપનીનો જર્જરિત વીજ પોલ તૂટી પડતાં ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં વિશ્વ કક્ષાના ઉદ્યોગની કમર તૂટી જશે: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 11 રૂપિયાનો વધારો, કારખાના બંધ થવાના સંકેત મોરબીના રંગપર નજીક કારખાનાના કવાર્ટરોમાંથી 7 મોબાઈલની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા મોરબીના વોર્ડ નં. 1 માં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરીને મેયર સહિતના પદાધિકારીઓએ કરી સમિક્ષા મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીની ભક્તિમય અને રંગારંગ ઉજવણી કરાઇ મોરબી: દૂધેશ્વર મહાદેવ મંદિરનો અમાસનો મેળો આ વર્ષે બંધ રહેશે, દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે મોરબીના કન્યા છાત્રાલય રોડને આરસીસી રોડ બનાવવા કોંગ્રેસનાં આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીના બંધુનગર પાસે કાવું મારવા જતાં બાઈક સાથે બાઇક અથડાતા યુવાનને ગંભીર ઇજા: લૂંટાવદર પાસે રિક્ષા પલટી જતાં 3 મહિલાને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે કાવું મારવા જતાં બાઈક સાથે બાઇક અથડાતા યુવાનને ગંભીર ઇજા: લૂંટાવદર પાસે રિક્ષા પલટી જતાં 3 મહિલાને ઇજા


SHARE





મોરબીના બંધુનગર પાસે કાવું મારવા જતાં બાઈક સાથે બાઇક અથડાતા યુવાનને ગંભીર ઇજા: લૂંટાવદર પાસે રિક્ષા પલટી જતાં 3 મહિલાને ઇજા

મોરબીના બંધુનગર ગામ પાસે બાઈક સાથે બાઇક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામના પાટીયા નજીક રીક્ષા પલટી મારી ગઈ હતી જે બનાવમાં ત્રણ મહિલાઓને ઈજા થઈ હોવાથી તેઓને  સારવાર માટે ખસેડવામાં આવી હતી અને આ બંને બનાવ સંદર્ભ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બે ફરિયાદ નોંધાયેલ છે

વાંકાનેર તાલુકાના માટે રોડ ઉપર ઢુવા ગામે એસ.આર.પંપની પાછળના ભાગમાં રહેતા હેમલત્તાબેન દિલીપભાઈ ચાવડા (39)એ હાલમાં બાઈક નંબર જીજે 3 સીજે 2862 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના ભાઈ અજયભાઈ પોતાનું બાઈક નંબર જીજે 36 એએમ 7924 લઈને હોવાથી મોરબી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બંધુનગર પાસે આરોપી બાઇક ચાલકે ફરિયાદીના ભાઈના બાઈકને કાવુ મારવા જતા સમયે અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને તેને સારવાર આપવામાં આવ્યા બાદ હાલમાં ઇજા પામેલા યુવાનના બહેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના મકનસર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા ચંચાબેન મોખનાથભાઈ ભાટી (49)એ હાલમાં સીએનજી રિક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 5275 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લૂંટાવદર ગામના પાટીયા પાસેથી આરોપી તેની રીક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તે રિક્ષામાં ફરિયાદી તથા સાહેકનીબેન અને ગજુબેન બેઠેલા હતા અને રીક્ષા ચાલકે બેફિકરાયથી પોતાની રીક્ષા ચલાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી જે બનાવમાં ફરિયાદીને જમણા હાથમાં ફ્રેક્ચર તથા કનીબેન અને ગજુબેનને પણ ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News