માળિયા (મી)ના નાના દહીસરા ગામના પાટીયા પાસે ટ્રક ડમ્પરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દંપતીનું મોત મોરબીના લજાઈ પાસે બોલેરો-બાઇક અથડામણ, ત્રણ લોકો સારવાર મોરબીમાં વીજ કંપનીનો જર્જરિત વીજ પોલ તૂટી પડતાં ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં વિશ્વ કક્ષાના ઉદ્યોગની કમર તૂટી જશે: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 11 રૂપિયાનો વધારો, કારખાના બંધ થવાના સંકેત મોરબીના રંગપર નજીક કારખાનાના કવાર્ટરોમાંથી 7 મોબાઈલની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા મોરબીના વોર્ડ નં. 1 માં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરીને મેયર સહિતના પદાધિકારીઓએ કરી સમિક્ષા મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીની ભક્તિમય અને રંગારંગ ઉજવણી કરાઇ મોરબી: દૂધેશ્વર મહાદેવ મંદિરનો અમાસનો મેળો આ વર્ષે બંધ રહેશે, દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે
Breaking news
Morbi Today

મોરબીના રંગપર નજીક કારખાનાના કવાર્ટરોમાંથી 7 મોબાઈલની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા


SHARE





મોરબીના રંગપર નજીક કારખાનાના કવાર્ટરોમાંથી 7 મોબાઈલની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા

મોરબીના રંગપર જીવાપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા શ્રમિકોના ક્વાર્ટરને અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યા છે અને એક બે નહીં પરંતુ સાત જેટલા મોબાઈલ ફોન લેબર કવાર્ટરમાંથી ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે.

મોરબીના જેતપર ગામે રહેતા અને સિરામિક કારખાનામાં કોન્ટ્રાકટ રાખતા વિપુલભાઈ પ્રાગજીભાઈ અમૃતિયા (43)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીના રંગપર અને જીવાપર રોડ ઉપર આવેલ લુપ્ટેન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિકોમાંથી અલગ અલગ ક્વાર્ટરમાં રહેતા શ્રમિકોના એક બે નહીં પરંતુ સાત જેટલા મોબાઈલની કોઈએ ચોરી કરેલ છે જેથી 29 હજાર રૂપિયાની કિંમતના મોબાઈલની ચોરી કરવામાં આવી છે આ ગુનાની તપાસ દરમ્યાન મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા આરોપી વિકાસ અનિલભાઈ લોરીયા, ભુપતભાઈ મોહનભાઈ ચૌહાણ અને તથા ચિરાગભાઈ નાનજીભાઈ ચાવડા રહે. બધા જ ઇન્દિરાનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ પોલીસે રિકવર કરીને આગળની કાર્યવાહી કરેલ છે. અત્રે ઉલેખનીય છે કે આ આરોપીઓ અગાઉ મોરબી નજીક કરવામાં આવેલ મોબાઈલ અને રોકડા રૂપિયાની લૂંટના ગુનામાં પકડાયેલ હતા અને તે ત્રણેય જેલમાં હતા ત્યાંથી પોલીસે કબ્જો લીને ચોરીના ગુનામાં પકડીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે. 




Latest News