નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો


SHARE





મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો

મોરબીના નીચી માંડલ ગામે અગાઉ 220 કેવીની જેટકોની લાઇનમાંથી વીજ વાયર તૂટી પડ્યો હતો ત્યાર બાદ  વધુ એક વખત નીચી માંડલ ગામે 220 કેવીની જેટકોની લાઇનમાંથી વીજ વાયર તૂટી પડ્યો છે જો કે, સદનસીબે આ બનાવ બનેલ ત્યારે વાયરની નીચેના ભાગમાં કોઈ હાજર ન હતું જેથી કરીને કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ જો જીવલેણ અકસ્માત બને તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યો છે.

મોરબી જિલ્લામાં અગાઉ હળવદના સરંભડા ગામે થોડા સમય પહેલા 220 કેવીની જેટકો કંપનીની વીજ લાઈનનો વાયર તૂટી પડ્યો હતો ત્યારે ખેતરમાં ખેડૂતના મજૂરો કામ પણ કરી રહ્યા હતા જો કે, કોઈ જાનહાનિ થયેલ ન હતી પરંતુ ખેડૂતે તેના ખેતરમાં કરેલ મગફળીના વાવેતરમાં નુકશાન થયું હતું ત્યાર બાદ મોરબી તાલુકાનાં નીચી માંડલ ગામના નવલભાઈ નરભેરામભાઈ કુંડારિયાના ખેતરમાં પણ 220 કેવીની જેટકો કંપનીની વીજ લાઈનનો વાયર તૂટી પડ્યો હતો ત્યાર બાદ તેઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપીને 220 કેવીની વીજ લાઇનનો વાયર અચાનક તૂટી પાડવા મામલે ખેતીના પાક અને ત્યાં ખેતી કામ માટે રાખવામા આવેલા વીજ ઉપકરણો બળી ગયેલ છે. તેના માટે મેન્ટેનન્સમાં બેદરકારી રાખનારા કંપનીના જવાબદાર પ્રોજેકટ હેડ, ઇજનેર તેમજ લાઇન નિર્માણ અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ રાખનારાઓની સામે લોકોના જાનમાલને જોખમમાં મૂકવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યાર બાદ પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી જો કે, ગત તા. 7/9 ના રોજ બપોરના સમયે ખેડૂત તેના ખેતરમાં ટ્રેક્ટર લઈને કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ફરી પાછો 220 કેવીની વીજ લાઇનનો વાયર તૂટી પડ્યો હતો જેથી ખેડૂતોમાં હવે ભાઇનો માહોલ જોવા મળી રહ્યો છે અને વર્ષો જૂની જેટકોની 220 કેવીની વીજ લાઇન આગામી સમયમાં કોઈ નિર્દોષ ખેડૂત માટે જીવલેણ સાબિત થાય તે પહેલા તેનું યોગ્ય રીતે મેન્ટેનન્સ કરવામાં આવે તે જરૂરી નહીં પરંતુ અનિવાર્ય બની ગયું છે.




Latest News