મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા


SHARE











મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા

મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર આવેલ ફ્લોરો-૧૧ માં રહેતા પારૂલબેન સંજયભાઈ કુંવરજીભાઈ દેત્રોજા નામની ૪૦ વર્ષીય મહિલા તા.૧૧ ના સવારે દસેક વાગ્યે ઘરે કોઈને કંઈ કહ્યા વગર કયાંક ચાલ્યા ગયા હતા.તેઓ માનસિક અશ્વસ્થ હોય તેઓ ગુમ થયા હોવા અંગે છગનભાઈ કુંવરજીભાઈ દેત્રોજા (૭૦) રહે.શ્રીમદ હાઈટ દેવપાર્ક આલાપ રોડ મોરબીએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી અને જેની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એસ.કે.બાલાસરા ચલાવતા હતા.તેઓના જણાવ્યા મુજબ ગુમ થયેલા પારૂલબેન સુરત રેલ્વે સ્શેશન ખાતેથી મળી આવ્યા છે.

ગુમ થયેલા વૃદ્ધ મળી આવ્યા

મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગર પાસે વાડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ વસુભાઈ દેગામા નામના ૬૫ વર્ષના કોળી વૃદ્ધ તા.૧૪-૬ ના સવારે આઠ વાગ્યે ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર કયાંક ચાલ્યા ગયા હતા.જેથી તેઓના પુત્ર કેશુભાઈ રમેશભાઈ દેગામા (૩૧) દ્વારા આ બાબતે પોલીસમાં જાણ કરવામાં આવી હતી.દરમિયાનમાં ગુમ થયેલા રમેશભાઈ દેગામા મળી આવ્યા હતા જેથી પોલીસ તથા પરિવારે હાશકારો લીધો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ ફર્ન હોટલ નજીક રાત્રિના અઢી વાગ્યાના અરસામા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલા પ્રકાશ અમરશીભાઈ સોલંકી (૩૫) રહે.ગોંડલ જી.રાજકોટને પગે તેમજ મોઢાના ભાગે ઈજા થતા ૧૦૮ વડે અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી નજીકના રાપર ગામ પાસે આવેલ તુલસીવન પેટ્રોલ પંપ નજીક ટ્રક પાછળ ટ્રક અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં હલ્દીરામ કરણારામ (૩૪) રહે. હાલ જેતપર મોરબી મૂળ રહે.રાજસ્થાનને ઈજા થયેલ હોય તેને જેતપર પીએચસી ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

રાજકોટ ખસેડાયો

મોરબીના માળીયા હાઇવે લક્ષ્મીનગર પાસે રોડ ક્રોસ કરતા સમયે ઇકો કારના ચાલકે અજાણ્યા આશરે ૪૫ વર્ષના યુવાનને હડફેટે લીધો હતો.જે બનાવમાં ઈજા પામેલા અજાણ્યા યુવાનને મોરબી સિવિલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

સાપ કરડી જતાં સારવારમાં

મોરબીના જાંબુડીયા ગામે આવેલ શીવા ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતાં નગીયાભાઈ વિશાભાઈ સાધુ નામના ૨૬ વર્ષના યુવાનને પગના ભાગે સાપ કરડી ગયો હોય તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તે રીતે જ મોરબી નજીકના ગોર ખીજડીયા ગામે કેવલભાઈ વોરાની વાડી ખાતે રહીને મજૂરી કામ કરતા રોહન કરવાભાઈ ગબરીયા નામના ૨૮ વર્ષના યુવાનને પણ સાપ કરડી જતા તેને પણ સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News