મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ


SHARE











લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ
લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો જન સેવા પ્રોજેક્ટ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જનસેવા એજ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરવા માટે આ કાળઝાળ ગરમીમાં દલવાડી સર્કલ પાસે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં તથા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા એવા સામાન્ય પરિવાર ના તમામ લોકોને મસાલા યુક્ત ઠંડી છાશનુ વિતરણ કરવામાં આવ્યું રસ્તા પરના વટેમાર્ગુઓને પણ ઠંડક અને શાતા મળે તેવા ભાવ સાથે આ જનસેવા કાર્ય કરવામાં આવ્યું આશરે ૮૦૦ નાના મોટા લાભાર્થીઓને મસાલા યુક્ત ઠંડી છાશ આપવામાં આવી હતી.

આ સેવાકીય પ્રોજેક્ટ પ્રમુખ હરખજીભાઈ ટી.સુવારિયા, મંત્રી તથા ઝેડસી કેશુભાઈ દેત્રોજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.જેમા પ્રોજેક્ટ ચેરમેન અને પૂર્વ પ્રમુખ ત્રિભોવનભાઈ સી.ફુલતરિયા, ખજાનચી ચંદુભાઈ કુંડારિયા, પુર્વ ખજાનચીઓ મણીલાલ જે.કાવર તથા નાનજીભાઈ મોરડીયા સત્યેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રાજેશગિરિ અને ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો પણ હાજર હતા.તેવુ પ્રોજેક્ટ ચેરમેન ત્રિભોવનભાઈ સી.ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News