મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત


SHARE











મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત

મોરબી જીલ્લામાં મીઠાનો મોટો ઉદ્યોગ આવેલ છે અને તેમાં માલના પરિવહન માટે મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને મીઠાના ઉદ્યોગ માટે ડીઝલનો પુરતો જથ્થો આપવામાં આવે તેવી માંગ સાથે મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસો. દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે. આવી જ રીતે નવલખી બંદરે દોડતા વાહનો માટે પણ ડિઝલની વ્યવસ્થા કરવામાં આવે તેના માટે ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવેલ છે.

મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસો. તેમજ જયદીપ એસોસિએટના ડાયરેક્ટર દિલુભા જાડેજા દ્વારા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, યુદ્ધની સ્થિતિમાં સુનિયોજિત વ્યવસ્થાના માધ્યમથી ગુજરાત અને દેશમાં ઇંધણના પુરવઠાની સપ્લાય ચેઈન સરકારે જાળવી રાખી હતી જેથી સરકારનો આભાર પરંતુ મોરબી જિલ્લામાં મીઠા ઉત્પાદન માટે હાર્વેસ્ટિંગ ક્રિસ્ટીલાઈઝરમાં પડેલ  મીઠાના જથ્થાને હિટાચી મશીનથી એકઠું કરીને ટ્રેક્ટરમ ડમ્પર જેવા વાહનોમાં તેને વોશરીમાં વોશ કરવા માટે લઈ જવામાં આવે છે ત્યાર બાદ માલને પેકિંગ કરીને રેલ્વે યાર્ડ સુધી લઈ જવા માટે પણ જુદાજુદા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. જે વાહનોને વારંવાર પેટ્રોલ પંપે લઈ જવું શક્ય નથી. જેથી ટ્રેક્ટર માટે ૩૦૦થી ૩૫૦ લીટર અને જનરેટર તથા ડીઝલ એન્જીન માટે દરરોજ ૫૦૦ લીટર ડિઝલની જરૂરિયાત રહે છે. હાલ મીઠાની પીક સીઝન છે ત્યારે ઉદ્યોગકારોને માલ કાઢવા માટે ડિઝલની જરૂર છે જેથી કરીને ચોમાસા પહેલા ઉદ્યોગકારો તૈયાર માલને મીઠાના અગરમાંથી બહાર કાઢી શકે તે માટે ડીઝલનો પુરતો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરાઇ છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, ગુજરાતમાં દેશના ૮૦ ટકા મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેમાંથી ૩૦ ટકા ઉત્પાદન માત્ર માળિયા (મી.) અને હળવદ તાલુકામાં કરવામાં આવે છે જેથી આ ઉદ્યોગ માટે ડિઝલની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી નહીં અનિવાર્ય છે.

વધુમાં નવલખી બંદર ઉપર આયાતી કોલસાનું હેન્ડલિંગ કરવા માટે હિટાચી, લોડર, જેસીબી, ડમ્પર, ટ્રક વગેરે જેવા વાહનો સતત દોડતા રહેતા હોય છે તેમજ કોલસાનો મોટો જથ્થો ત્યાં હોવાથી કોઈ આગ અકસ્માતની દુર્ઘટના ન બને તે માટે થઈને ત્યાં સતત પાણીનો મારો ચલાવવા માટે વાહનો દોડતા હોય છે અને દરિયાઈ માર્ગે જે ઈન્ડોનેશિયા કોલ નવલખી બંદર સુધી આવતો હોય છે તેને બાર્જમાં શિફ્ટ કરીને નવલખી બંદરની જેટી ઉપર લાઈએને આવે છે અને ત્યાર બાદ જુદાજુદા વાહનોમાં ભરીને તેની હેરફેરી કરવામાં આવે છે. તે કામ માટે ડીઝલની જરૂરિયાત પડતી હોય છે જોકે આ વાહનોને પેટ્રોલ પંપ ઉપર લઈ જવા શક્ય હોતા નથી જેથી ટેન્કર, બેરલ કે નાના ટેન્કરોની અંદર ડીઝલનો જથ્થો આપવામાં આવે અને પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો મળે તો જ નવલખી બંદર ઉપર કામગીરી ચાલુ રહી શકે તેમ છે અને જો ડીઝલનો જથ્થો ન મળે તો મોરબીના સિરામિક ઉદ્યોગ તથા અન્ય ઉદ્યોગને કોલસાની ઘટ ના કારણે હેરાન થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે જેથી પેટ્રોલ પંપના માલિકોને પુરવઠા અધિકારી દ્વારા ડીઝલનો પૂરતો જથ્થો મળે તેના માટે જરૂરી સૂચના આપવામાં આવે તે જરૂરી છે.






Latest News