મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે


SHARE











વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ એડીકોન પેપર મિલમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી અને કારખાનાના ખુલ્લા મેદાનની અંદર પડેલ પેપર વેસ્ટ જથ્થામાં આગ પ્રસરી ગયેલ હોવાથી તાત્કાલિકા બનાવની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એક કે બે નહીં પરંતુ છ જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચી ગયા હતા અને આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો ચાલુ કરવામાં આવેલ હતો જો કે, સાંજના 7 વાગ્યા સુધીમાં અંદાજે 30 લાખ લિટર પાણીનો મારો કરવામાં આવેલ છે તો પણ હજુ આગ બેકાબૂ છે અને કાલે સવાર સુધી પાણીનો મારો કરવો પડે તેવી શ્ક્યતા છે જેથી કારખાનાના ખુલ્લા મેદાનમાં પડેલા પેપરનો જથ્થો આગમાં બળીને ખાખ થઈ જવાથી કારખાનેદારને 20 કરોડો રુપિયાનું નુકશાન થયું છે. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી.

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ એડીકોન પેપર મીલ નામના કારખાનામાં કોઈ કારણોસર બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને આગ જોત જોતામાં કારખાનાના ખુલ્લા મેદાનમાં પડેલ વેસ્ટ પેપરના સમગ્ર જથ્થામાં પ્રસરી ગઈ હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું જેથી આગને કાબુમાં લેવા માટે કારખાનામાં રહેલા ફાયરના સાધનોનો ઉપયોગ કરવામાં આવેલ હતો જો કે, આગને કાબુમાં આવી ન હતી જેથી આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા મોરબી મહાપાલિકાના ચાર, વાંકાનેર અને હળવદ નગરપાલિકાના એક-એક આમ કુલ મળીને છ ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી ગયા હતા અને આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટર દ્વારા ફાયર ફાઈટિંગ કરીને સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા

વધુમાં ફાયર વિભાગના અધિકારી જયેશભાઇ ડાકીએ જણાવ્યુ હતું કે, એડીકોન કારખાનાના ખુલ્લા મેદાનમાં પડેલા પેપર વેસ્ટના જથ્થામાં આગ લાગી હતી અને આ વધુ પ્રસરી ગઈ હતી જેથી તેને કાબુમાં લેવા માટે 6 ફાયર ફાઇટર કામ કરી રહ્યા હતા તે ઉપરાંત રાજકોટ મહાપાલિકાનું એક ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યું હતું આમ 7 ફાયર ફાઇટરથી બપોરથી સાંજ સુધીમાં 30 લાખ લિટર પાણીનો મારો કરવામાં આવ્યો હતો તો પણ હજુ આગ બેકાબૂ છે અને કાલે સવાર સુધી પાણીનો મારો કરવો પડે તેવી શ્ક્યતા છે. વધુમાં એડીકોન કંપનીના દડાયરેક્ટર દિનેશભાઇ કાવર પાસેથી મળતી માહિતી મુજબ તેઓના કારખાનામાં ખુલ્લી જગ્યામાં અંદાજે 24 હજાર ટન વેસ્ટ પેપરનો જથ્થો પડ્યો હતો જેમથી 12 હજાર ટન જથ્થો આગની ઝપેટમાં આવી ગયો છે અને જે જગ્યાએ આગ લાગી હતી ત્યાં કોઈ પણ પ્રકારનું કામ ચાલુ ન હતી અને ત્યાં ઇલેક્ટ્રીક વાયર પણ નથી જેથી આગ કેવી રીતે લાગી તે કહેવું મુશ્કેલ છે પરંતુ આ આગ લાગવાના લીધે અંદાજે 20 કરોડથી વધુની કિંમતનો માલ બળીને ખાખ થઈ ગયો છે જો કે, સદનસીબે કોઈને ઇજા થઈ નથી અને કોઈ જાનહાનિ થયેલ નથી.






Latest News