મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત


SHARE







મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત

મોરબીના થોરાળાથી પંચાસર ગામ તરફ જવાનું રસ્તા ઉપર ઇકો ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇકો ગાડીના ચાલકને ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મોરબીના નાની વાવડી ગામે રહેતા જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ સનાવડા (45) પોતાની ઇકો ગાડી લઈને થોરાળા ગામ થી પંચાસર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર સાથે ઇકો ગાડીનો અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં જીતેન્દ્રભાઈને ગંભીર જાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સેલટોસા સેનેટરી નામના કારખાનામાં રહેતા મનિષાબેન રાહુલભાઈ (24) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. અને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના નવાગામ પાસે આવેલ અવધ પેકેજીંગ ખાતે રહેતો અને મજૂરી કામ કરતો સુધીરભાઈ નાગરાજભાઈ કસાઈ (30) નામનો યુવાન સીડી ઉપરથી કોઈ કારણોસર પડી ગયો હતો જેથી તેને શરીરે ઇજાઓ થઈ હતી માટે આ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News