મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી નજીક ફિલ્મી શૂટિંગની જેમ બે જુથ વચ્ચે થયેલ સામસામે ફાયરિંગની ઘટનામાં બંને પક્ષેથી કુલ 4 આરોપીની ધરપકડ


SHARE











મોરબી નજીક ફિલ્મી શૂટિંગની જેમ બે જુથ વચ્ચે થયેલ સામસામે ફાયરિંગની ઘટનામાં બંને પક્ષેથી કુલ 4 આરોપીની ધરપકડ

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ હોટલ પાસે જૂની માથાકૂટનો ખાર રાખીને યુવાનને બોલાવવામાં આવ્યો હતો જેથી યુવાન તેના મિત્રો અને ભાઈ સહિત લોકો સાથે ત્યાં ગયો હતો ત્યારે ઘટના સ્થળે બંને પક્ષેથી એક બીજાને મારી નાખવાના ઇરાદે ફિલ્મી શૂટિંગની જેમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં ઇજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે બંને પક્ષેથી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જે બંને ગુનામાં કુલ મળીને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબીના કુલીનગર-1 માં રહેતા શાહરુખભાઈ ફિરોજભાઈ પઠાણ (32)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાજીદ સાઉદીનભાઈ જેડા, નૂરમામદ જેડા, સમીર જેડા, બચલો જેડા અને સ્વિફ્ટ કારમાં આવેલ અજાણ્યો માણસ આમ કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેને આરોપી સાજીદ સાથે 15-20 દિવસ અગાઉ માથાકૂટ થઈ હતી જેનું મનદુખ રાખીને આરોપીઓએ ભેગા મળીને કાવતરું કર્યું હતું અને ફરિયાદીને ફોન કરીને ગાળો આપવામાં આવી હતી અને ત્યારે ફોનમાં આરોપી સાજીદે શાહરૂખને ભડાકે દેવાનો છુંતેવું કહ્યું હતું. ત્યાર બાદ આરોપીઓ ફરિયાદી તથા સાહેદોને મારી નાખવાના ઇરાદે સ્કોર્પિયો, સ્વીફ્ટ અને કિયા કારમાં માળિયા હાઇવે રોડ ઉપર આવેલ બાલાજી હોટલ પાસે આવ્યા હતા અને ત્યાર સાજીદ જેડાએ કારમાંથી નીચે ઉતરીને સીધું જ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેથી અલીભાઇને માથામાં છરા લાગતાં તે ઢળી પડ્યા હતા. ત્યાર બાદ નૂરમામદ જેડાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જે બનાવમાં ફરિયાદી અને તેના ભાઈ સલિમને ઇજાઓ થઈ હતી જે ગુનામાં પોલીસે હાલમાં આરોપી નૂરમામદ સાઉદીનભાઈ જેડા (24) રહે. મોરબી, અશરફ ઉર્ફે બચલો સાઉદીનભાઈ જેડા (22) રહે. સરદારના બાંગ્લા પાસે રણછોડનગર મોરબી અને આસિફ ઈકબાલબાઈ સંધિ (22) રહે. મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

જયારે સમાપક્ષેથી નૂરમહમદ સાઉદીનભાઈ જેડા (24)એ શાહરુખ ફિરોજભાઈ પઠાણ, આદમ કાસમ કટિયા, વીરુ હિતેશભાઈ રાઠોડ, સલીમ ફિરોજભાઈ પઠાણ, અલીભાઈ કાસમભાઇ કટિયા અને અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદી તથા તેના ભાઈ સાજીદને આરોપી શાહરૂખ તથા આમદ કટીયા સાથે 15-20 દિવસ પહેલા માથાકૂટ થઈ હતી જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ બાલાજી હોટલ પાસે ફરિયાદી તથા સાહેદ તેના ભાઈ સહિતનાને મારી નાખવાના ઇરાદે કાવતરું રચીને આવ્યા હતા અને શાહરૂખે તેના હાથમાં રહેલ બંદૂક જેવા હથિયારથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ફરિયાદી તથા સાહેદ પોતાની સ્કોર્પિયો ગાડીમાં બેઠેલા હોય ગોળી ગાડીમાં લાગી હતી અને આરોપી વીરુ રાઠોડે તેની લાલ કલરની થાર ગાડીથી ફરિયાદીની કાળા કલરની સ્કોર્પિયોની પાછળ મારી નાખવાના ઇરાદે ટક્કર મારીને અથડાવી હતી આમ આરોપીઓએ ફરિયાદી તથા તેના ભાઈને મારી નાખવાના ઇરાદે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જે ગુનામાં પોલીસે હાલમાં આરોપી આદમ કાસમ કટિયા (38) રહે. મદીના સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે. અને બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.






Latest News