સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીઓની હાજરીના કૌભાંડમાં તટસ્થ તપાસની કોંગ્રેસની માંગ કરી


SHARE





મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીઓની હાજરીના કૌભાંડમાં તટસ્થ તપાસની કોંગ્રેસની માંગ કરી

મોરબી મહાપાલિકામાં તાજેતરમાં રોજમદાર કર્મચારીઓનું હાજરી કૌભાંડ બહાર આવ્યું છે જેમાં અગાઉના કૌભાડોની જેમ ભીનું સંકેલી ન લેવામાં આવે તે માટે મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરીને તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવેલ છે.

મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ હાલમાં મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી જેમાં જણાવ્યુ છે કે, મહાપાલિકામાં કામ કરતા રોજમદાર કર્મચારીઓની હજારીમાં લાખો રુપિયાનું કૌભાંડ સામે આવ્યું છે અને હાજરી મશીનમાં મહાપલીકમાં કામ ન કરતાં હોય તેવા કર્મચારીઓની હાજરી ભરીને તેના પગાર લેવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. અને ગેરહાજર કર્મચારીઓની હાજરી આંગળીઓ અને અંગૂઠાથી ભરી દેવામાં આવતી હતી. જેથી સરકારી સંસ્થા સાથે વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપત કરનારાઓ અને કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે તટસ્થ તપાસ કરીને આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.

વધુમાં શહેર કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ છે કે, અગાઉ પાલિકા હતી ત્યારે સિમેન્ટની થેલીઓ લીધેલ હતી જે પથ્થર બની ગયેલ હોવાનું સામે આવ્યું હતું જેમાં કમિશનર દ્વારા સમિતિ બનાવીને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી જો કે, હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી તેમજ પાલિક હતી ત્યારે કલમ 45 ડી, આવાસ યોજના અને નંદીઘર મામલે થયેલ કૌભાંડોની માહિતી માટે લેખિતમાં રજૂઆતો કરાઈ હતી તો પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવેલ નથી. જેથી ઉપરોકત કૌભાંડો અને હાલમાં સામે આવેલ હાજરી કૌભાંડમાં ભીનું સંકેલી ન લેવામાં આવે તેના માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.




Latest News