વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર આયોજિત કેન્સર સ્ક્રીનીગ કેમ્પમાં ૧૦૦ લોકોએ લાભ લીધો


SHARE











મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર આયોજિત કેન્સર સ્ક્રીનીગ કેમ્પમાં ૧૦૦ લોકોએ લાભ લીધો

મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર અને પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સયુક્ર્ત ઉપક્રમે મોરબીમાં કેન્સર જન જાગૃતિ અભિયાનઅંતર્ગત કેન્સરના પ્રાથમિક તબક્કાના નિદાન માટે એક વિશેષ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

કેન્સર જેવી જટિલ બીમારી અંગે સમયસર ખ્યાલ આવે તો યોગ્ય નિદાન કરી દર્દીઓ બીમારીને માત આપીને સાજા થઇ શકે છે તો કેન્સર અંગે જાગૃતિ લાવવાના ઉદેશ સાથે ચેતતા નર સદા સુખીના સૂત્ર સાથે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્રના સયુક્ત ઉપક્રમે મોરબી જી.આઈ.ડી.સી. શનાળા રોડ સ્થિત સંસ્કાર ઇમેજિંગ અને બ્લડ બેન્ક ખાતે કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સરનું વહેલું નિદાન કરી દર્દીઓને જટિલ સારવાર અને આર્થિક બોજમાંથી બચાવવાનો છે. જન જાગૃતિ અભિયાન અંતર્ગત આયોજિત આ કેમ્પમાં ૧૦૦ થી વધુ લોકોએ લાભ લઈને કેન્સરનું સ્ક્રીનીંગ કરાવ્યું હતું. આ કેમ્પમાં પુરુષો માટે મોઢાના કેન્સરનું નિદાન તદ્દન જ્યારે ૫૦ વર્ષથી વધુ વયના પુરુષો માટે પ્રોસ્ટેટ કેન્સરનો PSA ટેસ્ટ તેમજ મહિલાઓ માટે ગર્ભાશયના કેન્સરનું પ્રાથમિક ચેકઅપ અને જરૂર જણાય તો સર્વાઇકલ સ્મીયર ટેસ્ટ રાહત દરે કરી આપવામાં આવ્યા હતા તો સ્ત્રીઓમાં સ્તન કેન્સરના નિદાન માટે નિશુલ્ક ચેકઅપ અને જરૂરી જણાય તો મેમોગ્રાફી આ કેમ્પમાં કરી આપવામાં હતી. કેમ્પમાં કેન્સર સર્જન ડો. જેકોબ જ્હોન રેડિયોલોજીસ્ટ, ડો. અક્ષય ધોરીયાણી અને બ્રેસ્ટ ઓન્કોપ્લાસ્ટિક સર્જન, ડો. અશ્વિની મોદી, પેથોલોજીસ્ટ ડો પૂનમ કાચરોલા,ગાયનેકોલોજિસ્ટ ડો પાયલ ફળદુ, એમ્બ્રોલોજીસ્ટ ડો અંકિતા પટેલ અને ડો. જનરલ સર્જન સહિતના નામાંકિત ડોક્ટરોએ આ કેમ્પમાં સેવા આપી હતી. સમગ્ર કેમ્પની જહેમત પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સાધનાબેન ઘોડાસરા, ડો. અંકિતાબેન પટેલ અને આશાબેન ભાલોડીયા અને શ્રી ઉમિયા આરોગ્ય કેન્દ્રના સભ્યોએ ઉઠાવી હતી






Latest News