વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ખોડિયાર માતાજીનાં મંદિરની દાન પેટીમાંથી રોકડા 50 હજારની ચોરી: બે સામે ફરિયાદ


SHARE











મોરબીમાં ખોડિયાર માતાજીનાં મંદિરની દાન પેટીમાંથી રોકડા 50 હજારની ચોરી: બે સામે ફરિયાદ

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ નાગનાથ શેરીમાં ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરી કરવામાં આવી છે જેથી બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાન પેટીમાંથી રોકડા 50,000 રૂપિયાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલ અનુપમ સોસાયટીમાં રહેતા ઋષભભાઈ કિરણભાઈ પારેખ (36)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઋત્વિક ઉજેસભાઈ જોશી રહે. ગ્રીનચોક મોરબી તથા વરુણ મનસુખભાઈ ડોડીયા રહે. નાગનાથજી મોરબી વાળા સામે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, નાગના શેરીમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં દર્શન કરવા આવીને બંને શખ્સો આવ્યા હતા અને ત્યાર બાદ તે શખ્સોએ દાન પેટીનું તાળું તોડીને તેમાંથી 50 હજાર રૂપિયાની ચોરી કરી છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા નંદકુંવર લાલજીભાઈ ચૌહાણ (33) નામના યુવાનને ટંકારા નજીક આવેલ ભારત પેટ્રોલિયમ નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

ટંકારાના છતર ગામે રહેતા અનિલભાઈ ડામોરનો સાડા ત્રણ વર્ષનો દીકરો આયુષ ગઈકાલે કોઈ કારણોસર રમતા રમતા ભૂલથી કેમિકલ પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા ને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News