મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતી મહિલા ઉપર પ્રેમ સંબંધનો ખોટો શંકાવહેમ રાખીને પાંચ મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ તેના ઘરે સ્કોર્પિયો ગાડીમાં આવ્યા હતા અને ધોકા લઈને મહિલાના ઘરમાં ઘૂસી હતી અને ત્યાં મહિલા તેની માતા અને પતિની હાજરીમાં ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ મહિલાને ફોન કરીને મકાન ખાલી કરી દેવા માટે ધમકી આપી હતી જેથી તે મહિલાની માતાએ હેરાનગતિ અને ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હતો આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુના નોંધીને આરોપીઅને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક એવન સિલેક્શન વાળી શેરીમાં રહેતા મદીનાબેન આદિનાભાઈ બ્લોચ (27) એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નજમા સલીમભાઈ માણેક, સાસુ અને નણંદ જીલીબેન રહે. ત્રણેય શુભ સોસાયટી, વાવડી રોડ મોરબી નજમાબેનની બહેન નુરબાઈ, દેરાણી ભુરીબેન અને દિયર વલિયો દાઉદભાઈ રહે. ત્રણેય વીસીપરા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી નજમાબેનના પતિ સલીમભાઈને ફરિયાદી સાથે પ્રેમ સંબંધનો ખોટો શંકા વહેમ રાખીને તમામ આરપીઓ સ્કોર્પિયો ગાડી લઈને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને નજમાબેન નૂરબાનું, જીલીબેન અને ભૂરીબેન હાથમાં ધોકા લઈને ફરિયાદીના ઘરમાં ઘૂસી ગયા હતા અને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને ફરિયાદીના માતા અને પતિની હાજરીમાં ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદી અને તેની માતાને મુંઢ માર મારીને ઇજાઓ કરી હતી તેમજ નજમાબેને ફરિયાદીને ફોન કરીને ફરિયાદીના માતાને મકાન ખાલી કરી દેવાની અને ફરિયાદી તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આરોપીઓની ધમકીઓ અને હેરાનગતિથી કંટાળી જઈને ફરિયાદીના માતાએ આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News