સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં


SHARE











મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મેડિકલ કોલેજ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહયું હતું ત્યારે સફેદ કલરની ક્રેટા ગાડીના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બે વ્યક્તિઓને હાથે, પગે, શરીરે અને માથામાં ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલક તેની કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીના નાનીવાવડી ગામે આવેલ ધરમનગર સમજુબા સ્કૂલની પાછળના ભાગમાં રહેતા રાહુલભાઈ ગોપાલભાઈ ચુડાસમા (31)એ હાલમાં અજાણી સફેદ કલરની ક્રેટા ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મેડિકલ કોલેજ સામેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 36 એએન 4548 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી ક્રેટા ગાડીના ચાલકે તેઓના બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને પગમાં ફ્રેક્ચર તથા માથા અને જમણા હાથમાં ઇજાઓ થયેલ છે જ્યારે સાહેદ મયુરભાઈને હાથની આંગળીઓમાં ફ્રેક્ચર અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News