મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

હળવદના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં થયેલ મારા મારીના બનાવમાં હવે વળતી ફરિયાદ


SHARE







હળવદના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં થયેલ મારા મારીના બનાવમાં હવે વળતી ફરિયાદ

હળવદ તાલુકાના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં ચાર દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવ સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધ થઈ હતી હવે સમાપક્ષેથી ઇજા પામેલા યુવાને ફરિયાદ નોંધાવેલ્ક છે જેના આધારે પોલીસે બે મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

હળવદમાં સરા રોડ ઉપર આવેલ આસોપાલવ સોસાયટી મકાન નંબર 78 ખાતે રહેતા દિલીપભાઈ ધરમશીભાઈ લબકામણા (42) એ બળદેવભાઈ ભૂદરભાઈ કંઝારીયા, રમીલાબેન બળદેવભાઈ કંઝારીયા, સોનલબેન, અરવિંદભાઈ હરજીભાઈ, વાસુદેવભાઈ છગનભાઈ અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, હળવદ તાલુકાના મયાપુર ગામની સીમમાં ફરિયાદીની ગામોટિયું નામની વાડીએ આરોપીઓ આવ્યા હતા અને આ જમીન અમારી છે અને તમારે આ જમીનમાં પગ મૂકવો નહીં તેમ કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને ઉશ્કેરાઈ જઈને બળદેવભાઈએ ફરિયાદીને કમરની પાછળના ભાગમાં લોખંડનો પાઈપ મારીને ઇજા કરી હતી જયારે રમીલાબેને ધોકો મારીને ફરિયાદીને નીચે પાડી દીધો હતો અને બાદમાં  સોનલબેન લોખંડની કુહાડી, અરવિંદભાઈ તથા વાસુદેવભાઈ લાકડાના ધોકા સાથે ત્યાં આવ્યા હતા અને ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત કુલ છ વ્યક્તિ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે






Latest News