હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા


SHARE







હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા

હળવદના રાયસંગપર ગામ પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં બાઇક ચાલકને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતુ જ્યારે બાઈકની પાછળના ભાગે બેઠેલ બાઈકના માલિકના દીકરાને પેટ, પગ, ખભા અને પીઠના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

હળવદના મયુરનગર ગામે રહેતા થોભણભાઈ રામજીભાઈ શિરોયા (42) એ બાઈક નંબર જીજે 36 એચ 5285 ના ચાલક મૃતક બળદેવભાઈ મનુભાઈ ડાભી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે હળવદ તાલુકાના રાયસંગપર ગામની સીમમાં પીપળીયા હનુમાન મંદિર પાસેથી ફરિયાદીને પૂછ્યા વગર આરોપી ફરિયાદીનું બાઈક લઈ ગયો હતો અને ફુલ સ્પીડમાં બાઈક ચલાવ્યુ હતું જેથી બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં આરોપીને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું અને ફરીયાદીના બાઈકમાં પાછળના ભાગે ફરિયાદીનો દીકરો હાર્દિક બેઠેલ હતો જેને પેટ, જમણા ખભા, ડાબા પગે તેમજ પીઠના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસવામાં આવેલ છે આ બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલા યુવાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મૃતક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સ્પાના સંચાલક સામે કાર્યવાહી

મોરબીના લાલપર ગામ નજીક આવેલ આદ્યશક્તિ ચેમ્બરમાં મિલેનિયમ સ્પા આવેલ છે અને ત્યાં કામ કરતા વર્કરનો બાયોડેટા ફોર્મમાં ભરીને પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ ન હતો તથા સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા ન હતા જેથી જાહેરનામાના ભંગ સબબ સ્પાનાં સંચાલક નિલેશભાઈ અરજણભાઈ વેગડ (35) રહે. જૂની પીપળી વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ કરી છે.




Latest News