હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા


SHARE







મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા

મોરબીના રવાપર ગામ પાસે આવેલ શિવ શક્તિ સોસાયટીના નાકા નજીક આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર હાર જીતનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો છે જોકે, એક શખ્સની શોધખોળ ચાલી રહી છે અને મોરબીની ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હોય પોલીસે તેને પકડીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના રવાપર ગામ પાસે આવેલ શિવશક્તિ સોસાયટીના નાકા પાસે આઇપીએલની ટી - 20 ક્રિકેટ મેચ ઉપર હાર જીત અને રનફેરનો જુગાર રમવામાં આવતો હોવાનો સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી વિપુલભાઈ નરસંગભાઇ બાલાસરા (30) રહે શિવ શક્તિ સોસાયટી રવાપર વાળા ની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 1,200 રોકડા અને 5,000 રૂપિયા ની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 6,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને અન્ય એક શખ્સનો મોબાઈલ નંબર હાલમાં પકડાયેલ આરોપી પાસેથી મળ્યો હોય મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે વ્યક્તિ સામે ગુનો નોંધી મોબાઈલ નંબરના ધારક ને પકડવા માટે તેને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ફૂલછાબ સોસાયટીના મેઇન રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાનું ધ્યાન કરાવ્યું હતું જેથી પોલીસ દ્વારા ત્યાં રેડ કરીને હરેશભાઈ અમરશીભાઈ સુરેલા (33), સલીમભાઈ રહીમભાઈ સુમરા (38), ઇમરાનભાઈ ઈસ્માઈલભાઈ હિંગોરજા (22) અને મુસ્તાકભાઈ ડોસુભાઈ પીંજારા (25) રહે. બધા મોરબી વાળાને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા અને તેની પાસેથી 2,010 ની રોકડ કબજે કરી બી ડિવિઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News