હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો


SHARE









ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો

ટંકાર તાલુકાના ખાખરા ગામની સીમમાં આજી નદીના કાંઠે દારૂની રેડ કરી હતી ત્યારે 45 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયેલ છે જ્યારે મોરબીના વણકરવાસ વિસ્તારમાંથી દારૂની સાત બોટલ સાથે પોલીસ દ્વારા એક શખ્સને પકડવામાં આવેલ છે અને ચરાડવા ગામે રહેણાંક મકાનમાંથી 102 લીટર દેશી દારૂ સાથે આરોપીને પકડી પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.

ટંકારા તાલુકાના ખાખરા ગામની સીમમાં આજી નદીના કાંઠે કાચા રસ્તે જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 45 બોટલો મળી આવતા પોલીસે 6,750 ની કિંમતમાં દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી સુનિલભાઈ લાખાભાઈ પરેશા (30) રહે. ખાખરા ગામ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાંથી 7 બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીના જેલ રોડ ઉપર આવેલ વણકર વાસ વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની સાત બોટલ સાથે એક શખ્સ મળી આવતા પોલીસે 875 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને આરોપી પ્રવીણભાઈ મોહનભાઈ પરમાર (44) રહે. વણકરવાસ શેરી નં 1 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં કિરીટભાઈ રહે. બૌદ્ધનગર નજરબાગની સામે ભડીયાદ રોડ મોરબી વાળા પાસેથી દારૂની બોટલો મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

102 લીટર દેશી દારૂ સાથે એક પકડાયો

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા નાસીર ભટ્ટીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાથી હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 102 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 20,400 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે નાસીર મહમદહનીફ ભટ્ટી (21) રહે હાલ ચરાડવા મૂળ રહે. માળીયા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News