મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ


SHARE











માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ


માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહેલા ટ્રકને રોકીને માળિયા પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે ભૂસાની થેલીઓની આડમાં દારૂનો જથ્થો ટ્રકમાં ભરીને તેની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ટ્રકમાં ભરેલ દારૂની નાની મોટી 6,672 બોટલો કબજે કરી હતી અને દારૂ, ટ્રક, રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ મળીને 40.16 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ટ્રક ડ્રાઇવરને પકડવામાં આવેલ છે અને ટ્રકમાં દારૂનો જથ્થો ભરી આપનાર, ટ્રકના માલિક અને દારુ મંગાવનાર સહિતનાઓની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ માળિયા હાઈવે રોડ ઉપર આવેલ નવકાર કારખાનાની કટ પાસેથી ટ્રક નંબર આરજે 36 જીએ 9858 પસાર થઈ રહ્યો હતો જે ટ્રકને માળિયા તાલુકા પોલીસની ટીમ દ્વારા રોકીને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે ભૂસાની થેલીઓની આડમાં દારૂનો જથ્થો ટ્રકમાં ભરીને તેની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ દ્વારા દારૂની નાની મોટી કુલ મળીને 6,672 બોટલો જેની કિંમત 21,07,200 તથા મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, ટ્રક સહિતનો મુદ્દામાલ મળીને કુલ 40,16,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં ટ્રકના ડ્રાઇવર દરિયાવસિંહ લખાસિંહ રાવત (46) રહે બીલીયા વાસ તાલુકો બાર શેખાવાસ રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રકના ડ્રાઇવર, ટ્રકમાં દારૂનો જથ્થો ભરીને મોકલાવનાર જયપુરના રાહુલ તેમજ ટ્રકના માલિક અને દારૂ મંગાવનાર સામે ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે






Latest News