હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકડામણને પગલે યુવાન ગુમ


SHARE









મોરબીમાં આર્થિક સંકડામણને પગલે યુવાન ગુમ

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે રહેતા પરિવારનો યુવાન ઘરેથી ગુમ થઈ ગયો હોય તેની માતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરીને શોધખોળ શરૂ કરી છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામે આઠ ઓરડી વિસ્તારમાં રહેતા રસીલાબેન અશોકભાઈ મેરૂભાઈ માંડવીયા (કોળી) નામના મહિલાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે, તેમનો દિકરો દશરથ અશોકભાઈ માંડવીયા (૨૨) તા.૫/૪ ના રાત્રિના કોઈને કંઇ કહ્યા વગર ક્યાંક ગુમ થઈ ગયેલ છે.આર્થિક સંકળામણને પગલે ઘરેથી કોઈને કહયા વિના દશરથ ચાલ્યો ગયો હોવાની પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આ બાબતે ગુમશુધા નોંધ દાખલ કરવામાં આવી છે.જેની આગળની તપાસ એ.એમ.ઝાપડિયા ચલાવી રહ્યા છે.
ફિનાઇલ પી જતા સારવારમાં
જોડિયાના રસનાળ ગામે રહેતા નયનાબા હકુમતસિંહ જાડેજા નામના ૩૩ વર્ષીય મહિલા તેઓના ઘરે ફીનાઇલ પી ગયા હોય વધુ સારવાર માટે અહિની સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના આર.આર.મિયાત્રા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી અને બનાવ સંદર્ભે જોડીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.
વાહન અકસ્માત
મોરબીના વાંકાનેર ખાતે રેલવે રેલ્વે સ્ટેશન નજીક આવેલ વિસ્તારમાં રહેતા બ્રીસમભાઈ રામજીભાઈ સોલંકી (૪૦) અને આશાબેન બ્રીસમભાઈ સોલંકી (૩૫) ને બાઈક લઈને જતા સમયે બાઈક અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત થતા બંનેને વધુ સારવાર માટે અત્રે સારવાર માટે સિવીલે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સૂત્રએ જણાવ્યું હતું અને બનાવની તપાસ માટે નોંધ કરી વધુ તપાસ માટે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.જ્યારે હળવદની ટીકર ચોકડી પાસે બાઈક સાથે અન્ય બાઇક અથડાવાના અકસ્માત બનાવમાં કિરીટભાઇ ગોવિંદરામ દુધરેજીયા (૫૭) રહે.ટીકર તા.હળવદને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.




Latest News