મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત


SHARE











મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત

ગુજરાત ગેસ લિમિટેડ (GGL) મોરબીમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પૂરો પાડવા માટેની અધિકૃતતા ધરાવે છે. ગુજરાત ગેસ દ્વારા મોરબી સિરામિક વિસ્તારની ગેસની જરૂરિયાતને સંપૂર્ણત: પૂરી કરી શકે એ માટે વ્યાપક ગેસ નેટવર્ક ઉભું કર્યું છે.

ફેબ્રુઆરી 2026 (યુદ્ધ અગાઉનો સમયગાળો)માં, 377 ગ્રાહકો ગુજરાત ગેસના PNGનો ઉપયોગ કરતા હતા. જ્યારે આશરે 415 ગ્રાહકો પ્રોપેન ગેસ પર નિર્ભર હતા, અને તેનો વપરાશ અંદાજે 5.6 MMSCMD (નેચરલ ગેસની સરખામણીએ) હતો. મોરબી ખાતે પ્રોપેન ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) જેવી કે IOCL, BPCL અને HPCL દ્વારા પુરું પાડવામાં આવતો હતો. આમ, કુલ ઇંધણની માંગનો લગભગ 70 % ભાગ પ્રોપેન દ્વારા પૂરો થતો હતો. માર્ચ 2026ની શરૂઆતમાં ગુજરાત ગેસનો ગેસ પુરવઠો ફેબ્રુઆરી 2026 ની સરખામણીએ વધ્યો હતો. પરંતુ યુએસ-ઈરાન ભૂરાજકીય સંઘર્ષને કારણે LNG સપ્લાય ચેઇનમાં અવરોધ ઉભા થતા, ભારત સરકારની 9 માર્ચની ગેઝેટ સૂચના મુજબ, છેલ્લા છ મહિનાના સરેરાશ વપરાશના 80% સુધી પુરવઠો મર્યાદિત કરવામાં આવ્યો હતો.

આ ભૂરાજકીય પરિસ્થિતિને કારણે કાચા માલના ખર્ચમાં વધારો, પ્રોપેનના ઔદ્યોગિક ઉપયોગ પર નિયંત્રણ અને સિરામિક ઉત્પાદકો માટે વધેલા પરિવહન ખર્ચ જેવા પરિબળો સર્જાયા. પરિણામે, માર્ચ 2026ના બીજા પખવાડિયાથી ઘણા ઉદ્યોગોએ સ્વૈચ્છિક રીતે ઉત્પાદન બંધ કર્યું હતું અને વૈશ્વિક LNG ભાવોમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, ગુજરાત ગેસ દ્વારા સિરામિક એકમો સાથે વાતચીત કરીને પ્રોપેનના વિકલ્પ તરીકે વધારાનો નેચરલ ગેસનો પુરવઠો સુલભ બનાવવાનો પ્રયાસ કર્યો હતી.

એપ્રિલ 2026 દરમિયાન, ગુજરાત ગેસે સરકારના માર્ગદર્શનો મુજબ ગેસનો પુરવઠો ચાલુ રાખ્યો છે અને મધ્ય પૂર્વ સિવાયના પ્રદેશોમાંથી સ્પોટ માર્કેટના ભાવે વધારાનો ગેસ સોર્સ કરીને પુરવઠાની સાત્યતતા જાળવી રાખી છે. ગુજરાત ગેસ અને મોરબી સિરામિક એસો.ના સંયુક્ત પ્રયત્નોથી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો જોવા મળી રહ્યો છે અને હાલમાં 142 સિરામિક એકમો કાર્યરત છે. અને મેં 2026 માટે LNG ના ભાવ હજુ પણ ઊંચા સ્તરે છે (આશરે $18-20 પ્રતિ MMBtu) તેમ છતાં, ગુજરાત ગેસ મોરબીમાં વધુ ઉદ્યોગો ફરી શરૂ થાય અને એકમોને તેમની જરૂરિયાત મુજબ ગેસ પુરવઠો પૂરો પાડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

ગુજરાત ગેસની સ્થાનિક તેમજ કોર્પોરેટ ઓફિસ આ પરિસ્થિતિ બાબતે શરૂઆતથી જ મોરબી સિરામિક એસો. સાથે સતત સંપર્કમાં છે. ગેસ પુરવઠાની સ્થિરતા, કિંમતો સંબંધિત મુદ્દાઓનું નિરાકરણ, તબક્કાવાર ઉત્પાદન પુનઃશરૂ કરવું અને ગેસનો વપરાશ પૂર્વવત થાય આ બધાં મુદ્દાઓ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગુજરાત ગેસ મોરબી સિરામિક ઉદ્યોગને આ પડકારજનક પરિસ્થિતિમાં સંપૂર્ણ સહકાર આપવાની તેની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરે છે. સંયુક્ત પ્રયત્નો અને પરસ્પર સહકાર દ્વારા અમે આ પડકારોને પાર કરી ભવિષ્યના વિકાસ તરફ આગળ વધવા માટેનો વિશ્વાસ વ્યકત કરીએ છીએ.






Latest News