મોરબીમાં આર્થિક સંકડામણને પગલે યુવાન ગુમ વાંકાનેર તાલુકાનાએકપ્લોઝીવ-વિસ્ફોટક પદાર્થ રાખવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીનમંજૂર મોરબીના લાલપર ગામ પાસેથી સગીરાનું અપહરણ મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા !
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા


SHARE













મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા

મોરબી જીલલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પક્ષ અને અપક્ષમાંથી જે આગેવાનોએ ઉમેદવારી કરી હતી તેમાંથી ફોર્મ પાછા ખેંચવાના દિવસે મહાનગરપાલિકાના અલગ અલગ વોર્ડમાંથી 4 અને જિલ્લા પંચાયતની જુદીજુદી બેઠક ઉપરથી 7 ઉમેદવારી પત્ર પાછા ખેચી લેવામાં આવેલ છે જેથી કરીને મોરબી મહાનગરપાલિકાની 52 બેઠક ઉપર 177 ઉમેદવાર અને 24 બેઠક માટે 74 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે.

મોરબી મહાનગરપાલિકાના અલગ અલગ વોર્ડમાંથી ઘણા આગેવાનોએ અપક્ષમાં ઉમેદવારી કરી હતી જેમાંથી વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસનાં ઉમેદવાર ધનીબેન રામજીભાઇ પરમાર, વોર્ડ નંબર 6 માંથી અપક્ષ ઉમેદવારી કરનારા પાલિકાના માજી પ્રમુખ અનોપસિંહ જાડેજાએ તેનું ફોર્મ પાછું ખેંચી લીધેલ છે જો કે, હજુ તેઓના પત્ની સિતાબા અનોપસિંહ જાડેજાએ પણ અપક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે અને તેઓ ચૂંટણીના મેદનમાં છે અત્રે ઉલેખનીય છે કે, અનોપસિંહ જાડેજાના પત્નીનું અપક્ષમાંથી ઉમેદવારી માટેનું ફોર્મ ભરવા માટે ગયા હતા ત્યારે મોરબી તાલુકા સેવા સદન ખાતે રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે રકજક થઈ હતી જેના વિડીયો પણ વાયરલ થયા હતા. આ ઉપરાંત મોરબીના વોર્ડ 10 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપમાંથી નારાજ થઈને હર્ષદભાઈ કંઝારીયાએ ફોર્મ ભર્યું હતું જેઓ આજે તેની અપક્ષ ઉમેદવાર તરીકેનું ફોર્મ પાછું ખેચાયું છે. જ્યારે વોર્ડ નંબર 13 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે દીપેશ તુલસીભાઇ સોનગ્રાએ ફોર્મ ભર્યું હતુ જે તેને પાછું ખેંચી લીધેલ છે.

મોરબી જિલ્લા પંચાયતની ખાનપર બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવાર દીપકભાઈ રગિયાએ ફોર્મ પાછું ખેંચી લીધેલ છે. આ ઉપરાંત ખાખરેચી, મહીકા અને તીથવા બેઠક ઉપરથી એક-એક અને ચંદ્રપુર બેઠક ઉપરથી બે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધેલ છે. તેમજ મોરબી જિલ્લા પંચાયતની આમરણ બેઠક ઉપરથી આપના ઉમેદવાર તરીકે હસીનાબેન કાસમભાઈ સુમરાએ ફોર્મ ભર્યું હતું જો કે, ફોર્મ પાછા ખેંચવાના દિવસે આપના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેચી લીધેલ છે અને તેઓએ સતાવર રીતે કોંગેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે

જયારે ટંકારા તાલુકા પંચાયતની બંગાવડી બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર ચેતનાબેન કટારિયા ફોર્મ ભર્યું હતું જો કે, ફોર્મ પાછા ખેચવાના દિવસે તેઓએ પોતાનું કોંગ્રેસના ઉમેદવાર તરીકેનું ફોર્મ પાછું ખેંચી લીધેલ છે અને તેઓએ ભાજપ અને ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું છે. ટંકારા તાલુકા પંચાયતની નાના ખીજડીયા બેઠક પર ધ્રુવનગરના રાજવી ધર્મરાજસિંહ બાલકૃષ્ણ જાડેજાએ અપક્ષ ઉમેદવારી કરી હતી જો કે, ફોર્મ પાછા ખેંચવાના દિવસે ધર્મરાજસિંહ બાલકૃષ્ણ જાડેજાએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધેલ છે અને તેઓ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છે. ઉલેખનીય છેકે, મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં કુલ મળીને 17 ઉમેદવારોએ તેના ફોર્મ પાછા ખેચી લીધેલ છે. જયારે ત્રણ નગરપાલિકામાં વાંકનેરમાંથી 5 ઉમેદવારોએ તેના ફોર્મ પાછા ખેચી લીધેલ છે.






Latest News