મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસેથી સગીરાનું અપહરણ


SHARE











મોરબીના લાલપર ગામ પાસેથી સગીરાનું અપહરણ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ નજીક કારખાનાના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ થયેલ હોય ભોગ બનનારના દાદી દ્વારા ફરિયાદ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ દ્વારા ગુમ થયેલ સગીરને શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ માણેકવાડા ગામના અને છેલ્લા કેટલાક સમયથી મોરબીના લાલપર ગામ વિસ્તારમાં આવેલ સીરામીકના કારખાનામાં લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવેલ હોય ભોગ બનેલ સગીરાના દાદી દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધવામાં આવેલ છે.જેથી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એચ.આર.જાડેજા દ્વારા ગુનો નોંધી ગુમ થયેલ સગીરાને શોધવા તથા આરોપીને પકડવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
વાહન અકસ્માત
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતા ચતુરભાઈ જશમતભાઈ જેઠલોજા નામના 65 વર્ષના વૃદ્ધ પ્રભુ કૃપા ટાઉનશિપ પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે તેમના બાઇકને અન્ય વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામ્યા હોય ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
છરી વડે હુમલો
મોરબીના વીશીપરા મેઈન રોડ ખાતે રહેતા પીન્ટુભાઇ ભરતભાઇ ઘાટીયા નામના 23 વર્ષના યુવાનને વહેલી સવારે 6 વાગે પગપાળા જતા સમયે અજાણ્યા બાઈક ચાલકે તેને પીઠના ભાગે છરીનો ઘા મારતા સારવાર માટે સિવિલમાં લઈ જવાયો હતો.તેજ રીતે બીજો બનાવ પણ મોરબી વીસીપરામાં બન્યો હતો. વીસીપરા મેઇન રોડ ખાતે રહેતા સુરેશભાઈ અવચરભાઈ ઝિંઝુવાડીયા કોળી નામના 27 વર્ષના યુવાન ઉપર મોટરસાયકલ ચાલક દ્વારા પીઠના ભાગે છરી વડે હુમલો કરવાના આવ્યો હતો.આ બંને બનાવમાં ઇજાગ્રસ્તોને સીવીલે સારવારમાં ખસેડાયા હતા અને પોલીસે બનાવની નોંધ કરી તપાસ કરી હતી.
ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં
મોરબીના થોરાળા ગામે આવેલ પ્રાઇમ માઇક્રોન નામના યુનિટ પાસે રહીને ત્યાં મજૂરી કામ કરતા પરિવારના કરમાબાઈ કાળુભાઈ ગણાવા નામની 25 વર્ષની મહિલાને કામ દરમિયાન ચૂંદડી મશીનમાં ફસાઈ જતા હાથના ભાગ ઈજા થતા અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.






Latest News