મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે


SHARE











મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે અસામાજિક તત્વો વિરુદ્ધ પાસાના શસ્ત્રનો ઉપયોગ કરી અલગ-અલગ જેલ ભેગા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહી અંતર્ગત વાંકાનેરના ચંદ્રપુર વિસ્તારમાં રહેતા મહમદ ફીરદોશ મુનાફભાઈ જુણેજા વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. દારૂના ગુનાઓમાં સંડોવાયેલા આ ઇસમને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા, મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે તેને ઝડપી પાડ્યો હતો. આ આરોપીને જુનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.

જ્યારે મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા રવી રમેશભાઈ વરાણીયા નામના શખ્સ સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. દારૂના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા રવી વિરુદ્ધ પાસાનું વોરંટ મળતા જ પોલીસે તેને તુરંત અટકાયતમાં લીધો હતો. આ ઇસમને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવાની કાર્યવાહી કરવામાં આવી છે






Latest News