મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ


SHARE











મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ

મોરબી મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો દ્વારા આજે જનસેવા સંકલ્પના કાર્યક્રમમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં જનસેવાનો સંકલ્પ કર્યો હતો અને ત્યાર બાદ તેઓના મત વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારે આ ચુંટણીમાં મોરબી મહાપાલિકાની તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજયી બને તેના માટેનો વિચાર આગેવાનો દ્વારા ઉમેદવારો સાહતના ભાજપના હોદેદારો અને કાર્યકર્તા  સમક્ષ મૂકવામાં આવેલ હતો.

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત મહાપાલીકાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ તમામ બેઠક ઉપર પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે ત્યારબાદ આજે મોરબીના રવાપર ગામ પાસે આવેલ કેપિટલ માર્કેટ ખાતે પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સહિતના આગેવાનોની હાજરીમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં ભાજપ દ્વારા આજથી જન સેવાના સંકલ્પ સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે ત્યારે પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે મોરબી મહાપાલિકાની તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજેયી બને તેના માટેની ચર્ચા અને વિચાર કાર્યક્રમ અંતર્ગત ઉમેદવારો સહિતનાઓની સમક્ષ મૂકવામાં આવ્યો હતો અને મોરબી મહાનગરપાલિકા વિસ્તાર આગામી સમયમાં સુંદર અને રળિયામણો બને તેમજ લોકોની સુખાકારીમાં વધારો થયા તેવા વિકાસના કામો કરવામાં આવે અને વિકાસના નવા આયામો સુધી મોરબી પહોંચે તે પ્રકારના વિચારો અહીં ઉમેદવારો સમક્ષ મુકવામાં આવ્યા હતા.

વધુમાં પૂર્વ મંત્રીએ જણાવ્યુ હતું કે, સમગ્ર ગુજરાતની અંદર 10,000 જેટલી બેઠકો ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2 લાખ જેટલા આગેવાનોદાવેદારી નોંધાવી હતી જેમાંથી દરેક જ્ઞાતિ સમાજને પ્રાધાન્ય મળે તે રીતે ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે જો કે, કેટલાક આગેવાનોએ નારાજ થઈને મોરબી સહિત ગુજરાતમાં અપક્ષમાંથી ઉમેદવારી કરી છે જો કે, વર્ષો સુધી ભાજપ માટે કામ કરનારા કાર્યકર્તા નારાજ હોઈ શકે પરંતુ ભાજપથી વિમુખ ન હોય શકે માટે પ્રથમ તેઓને જિલ્લાની ટિમ દ્વારા સમજાવવા અને મનાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે ત્યારબાદ જરૂર જણાશે તો પ્રદેશની શિસ્ત સમિતિ દ્વારા પગલાં પણ લેવામાં આવશે.






Latest News