ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ


SHARE







































મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ

હળવદ બાજુથી કારમાં દારૂનો જથ્થો ભરીને મોરબી તરફ વાહન આવી રહ્યું છે તેવી ચોક્કસ હકીકત તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે જૂના ઘૂટું રોડે આડસ ઊભી કરીને વોચ રાખી હતી તેવામાં મળેલ બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની 1776 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ, બે મોબાઈલ ફોન અને કાર આમ કુલ મળીને 11,78,200 ની કિંમતના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દારૂ આપનાર અને મંગાવનાર સહિત કુલ ત્રણ વ્યક્તિઓની સામે ગુનો નોંધીને પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિસ્તારની અંદર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવતું હોય છે તેવામાં હળવદ બાજુથી દારૂનો જથ્થો ભરીને જુના ઘૂટું રોડ ઉપર થઈને મોરબીમાં કાર આવી રહી છે તેવી ચોક્કસ હકીકત તાલુકા પોલીસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે વોચ રાખી હતી અને મળેલ બાતમી મુજબની કાર નંબર જીજે 3 એમબી 5847 પસાર થઈ રહી હતી જેને જુના સ્મશાન પાસે આડસ ઉભી રાખીને રોકવામાં આવી હતી અને કારમાં બેઠેલા શખ્સને નીચે ઉતારીને કારને ચેક કરવામાં આવતા કારની સીટ અને ડેકી ઉપરથી કુલ મળીને દારૂની નાની 1776 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 6,13,200 ની કિંમતનો દારૂ તથા 65,000 ની કિંમતના બે મોબાઈલ ફોન અને 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 11,78,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં આરોપી તોસીબભાઈ રહીમભાઈ પીપરવાડીયા રહે. ન્યુ સાગર સોસાયટી શેરી નં-8 કોઠારીયા મેઇન રોડ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન માલ મંગાવનાર તરીકે સિરાજભાઈ રજાકભાઈ લીંગડીયા રહે. કોઠારીયા રિંગ રોડ ગાંધી સોસાયટી શેરી નં- 2 રાજકોટ વાળાનું નામ સામે આવ્યું છે તથા માલ આપનાર અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ.ઘેટીયાની સૂચના મુજબ પીએસઆઇ સી.એસ. સોંદરવા અને તેઓને ટીમ દ્વારા કરવામાં આવી હતી
















Latest News