મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ


SHARE











મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ

ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓએ સાથે મોરબી સિરામિક ઉદ્યોગકારોની મહત્વપૂર્ણ બેઠક તાજેતરમાં યોજાઇ હતી જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસના ભાવ, ગેસની સપ્લાય અને નિયમોમાં રાહત આપવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે ગુજરાત ગેસ લિમિટેડની ઓફિસમાં હાલની ગેસ સપ્લાયની વિકટ પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત ગેસના એમડી અવંતિકાસિંહ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી સિરામિક એસો.ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ત્યારે મોરબી સિરામિક એસો. તરફથી પ્રમુખ મનોજભાઈ એરવાડિયા તેમજ નરેન્દ્રભાઈ સંઘા, નિલેશભાઈ જેતપરિયા, પરેશભાઈ કુંડારિયા અને વિપુલભાઈ સવસાણી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગેસના ભાવ મુદ્દે ચર્ચા કરી હતી જેમાં ગેસ કંપનીએ પોઝિટિવ અભિગમ દર્શાવ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારના પરિબળોને ધ્યાનમાં રાખીને કમિટી સાથે ફરી 15/4 ના રોજ બેઠક યોજીને ભાવ અંગે નિર્ણય કરશે તેવું જણાવ્યુ છે તેમજ બિલિંગ સાઇકલ 5 થી 7 દિવસ કરવા માટે કંપનીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને ગેસના MGO વપરાશ માટેની ચર્ચામાં 100% વપરાશના નિયમમાં રાહત આપીને 80-85% વપરાશ માટે પણ પોઝિટિવ પ્રતિસાદ આપવામાં આવ્યો હતો અને વધુમાં, આવતા અઠવાડિયામાં કમિટી નવી દિલ્હી ખાતે સેન્ટ્રલ ગેસ કમિટી સમક્ષ રૂબરૂ રજૂઆત પણ કરશે.






Latest News