મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત


SHARE







હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત

મોરબી હળવદ રોડ ઉપર આવેલ માનસર ગામ પાસે યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનની પાસળી ભાંગી જવાથી અને માથુ છૂંદાઈ જવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભ મૃતક યુવાનના સાળાએ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ  શરૂ કરે છે

મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના મેરૂપર ગામના પાટીયા પાસે રામદેવ હોટલ ખાતે રહેતા બીજલીસિંહ કિશોરસિંહ (56)એ અજાણ્યા વાહન ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ માનસર ગામ પહેલા તેઓના બનેવી મકસુદનસિંગ (41)ને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઈને અકસ્માત કર્યો હતો જે બનાવમાં મકસુદનસિંગના છાતીના ભાગ ઉપરથી અજાણ્યા વાહનના ટાયર ફરી જવાના કારણે પાળી ભાંગી ગઈ હતી અને માથુ છુંદાઈ ગયું હતું જેથી ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના સાળાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાન હાલમાં જે ખાનગી કંપનીની વિજલાઇન માટે વીજ પોલ ઊભા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.




Latest News