મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત


SHARE







વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત

રાજકોટથી વાંકાનેર બાજુ આવી રહેલી પેસેન્જર ટ્રેનની આડે અજાણ્યા 40 વર્ષના યુવાને પડતું મૂક્યું હતું જેથી તે યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું માટે યુવાનના મૃતદેહને વાંકનેર સિવિલે રાખીને હાલમાં રેલવે પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તથા તેના વાલીને શોધવા માટેની તજવી હાથ ધરવામાં આવી છે

રાજકોટ બાજુથી પોરબંદર-મુઝફરનગર ટ્રેન વાંકાનેર બાજુ આવી રહી હતી દરમિયાન વાંકાનેર રેલવે સ્ટેશનથી આગળના ભાગમાં કોઈ અજાણ્યા 40 વર્ષના યુવાને ટ્રેનની આડે પડતું મૂક્યું હતું જેથી તે યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે યુવાનનું મોત નિપજયું હતું અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં રેલવે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે હાલમાં મૃતક યુવાનના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે કોલ સ્ટોરેજમાં રાખીને પોલીસ દ્વારા મૃતક યુવાનના વાલી વારસને શોધા માટેની તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતક યુવાનની કોઈ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની માહિતી હોય અથવા તો તેના વાલી વારસને જાણતા હોય તો વાંકાનેર રેલવે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા મો. નં. 63526 35525 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News