ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા


SHARE







































મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રામેશ્વર પાર્ક પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે મોબાઈલ ફોનથી વરલી મટકાના જુગારના આંકડા લેતા હોવાનું સામે આવ્યું હતું જેથી રોકડા અને મોબાઈલ મળીને 10,100 ના મુદ્દામાલને કબજે કર્યો હતો અને હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને બીજા શખ્સનું નામ સામે આવ્યું છે તે બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રામેશ્વર પાર્ક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સિરાજભાઈ ઈકબાલભાઈ અજમેરી (34) રહે. કબીર ટેકરી શેરી નં-2 મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતો હોવાનું સામે આવ્યું હતું અને મોબાઈલ ફોનથી વરલી મટકાના આંકડા અવેશભાઈ અયુબભાઈ કાસમાણી રહે. કબીર ટેકરી શેરી નં02 મોરબી વાળાને લખાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ તથા 5100 રૂપિયાની રોકડામાં કુલ મળીને 10,100 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી સિરાજભાઈ અજમેરીની ઝડપી લીધેલ છે અને આરોપી અવેસભાઈ કાસમાણીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ છે

ચલણી નોટ ના નંબર આધારે જુગાર

મોરબીમાં કુબેર ટોકીઝના ગ્રાઉન્ડમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી જયસુખભાઈ કરસનભાઈ ધોળકિયા (32) અને લાલજીભાઈ રાઘવજીભાઈ ત્રવાડીયા (29) રહે. કુબેર ટોકીઝ પાછળ મોરબી વાળાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 630 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
















Latest News