મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક


SHARE











મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત મોરબી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સુચારૂ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી ઓબ્ઝર્વર (ચૂંટણી નિરીક્ષક) તરીકે ડૉ. સંજય જોશી (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકા, મોરબી જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો તેમજ વાંકાનેર, ટંકારા અને માળિયા(મીં) નગરપાલિકાઓની બેઠકો માટે તેઓ નિરીક્ષણની કામગીરી સંભાળશે. 

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અથવા ચૂંટણી સંબંધિત અન્ય કોઈ પણ પ્રશ્નો, સૂચનો કે ફરિયાદો માટે સંબંધિત રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદાતાઓ ઓબ્ઝર્વરશ્રીનો સંપર્ક કરી શકે છે. ડૉ. સંજય જોશી (IAS) મોરબી ખાતે રોકાણ દરમિયાન સર્કિટ હાઉસ ખાતે રૂબરૂ મુલાકાત માટે ઉપલબ્ધ રહેશે. મુલાકાતીઓ ઓબ્ઝર્વર પ્રવાસમાં ન હોય તેવા સમયે રૂબરૂ મળી શકશે અથવા જરૂર જણાયે લેખિતમાં રજૂઆત કરી શકશે. વધુમાં, ત્વરિત સંપર્ક માટે ટેલિફોન નંબર ૯૪૨૬૩ ૨૭૨૨૭ જાહેર કરવામાં આવ્યો છે જેના પર વ્હોટ્સએપના માધ્યમથી પણ સંપર્ક કરી શકાશે. લોકશાહીના આ પર્વમાં કોઈપણ અવરોધ વિના મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય અને આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે નિરીક્ષકશ્રી દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકો અને હિતધારકોને આ સુવિધાનો ઉપયોગ કરી પારદર્શક ચૂંટણીમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News