મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત


SHARE







મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ રામકો વિલેજ સોસાયટી પાસે બાઈક સાથે બાઈક થતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ પોરબંદર જિલ્લાના રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ધર્મ મંગલ સોસાયટી ખાતે રહેતા હાર્દિકભાઈ કિશોરભાઈ નેનુજી (25) એ બાઈક નંબર જીજે 3 સીએચ 1840 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 23-3 ના રોજ રાત્રે 9:45 વાગ્યે તેઓના પિતા કિશોરભાઈ નેનુજી પોતાનું બાઈક નંબર જીજે 2 એસ 5914 લઈને ઉંચી માંડલ ગામ પાસે આવેલ ઝાકો સીરામીક ખાતેથી પોતાના ઘરે મહેન્દ્રનગર ગામ તરફ આવી રહ્યા હતા દરમિયાન રસ્તામાં રામકો વિલેજ સોસાયટીના ગેટ પાસે આરોપીએ તેનું બાઇક ફરિયાદીના પિતાના બાઈકની સાથે અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં ફરિયાદીના પિતાને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News