મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી

મોરબીની ઉમા ટાઉનશિપ ખાતે રહેતા વૃદ્ધને જમીનનો વિવાદ ચાલુ હોય સામેવાળા બે શખ્સો ઉમા ટાઉનશિપ ખાતે ફુવારા સર્કલ પાસે આવ્યા હતા અને વૃદ્ધની સાથે બોલાચાલી કરી હતી અને તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધને હાથના બાવળાના ઉપર ચેકા મારીને ઈજા કરી હતી તેમજ કપાળના ભાગે મુંઢ માર મારીને ઇજા કરવામાં આવેલ છે અને સમાધાન નહીં કરે તો વૃદ્ધ અને તેના પરિવારજનોને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે

મૂળ જૂનાગઢના રહેવાસી અને હાલમાં મોરબીની ઉમા ટાઉનશિપ ખાતે વિરાટ 2, બ્લોક નંબર 101 માં રહેતા શામજીભાઈ ગોવિંદભાઈ રાણીપા (65)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નટુભાઈ શામજીભાઈ કડીવાર તથા હિંમતસિંહ ભાણજીભાઈ સોલંકી રહે. બંને મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ મોરબીની ઉમા ટાઉનશિપમાં આવેલ ફુવારા વાળા સર્કલ પાસે વરૂડી પાન નજીક હતા ત્યારે બંને આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા આરોપીઓને જમીનનો વિવાદ ચાલુ હોય અને ફરિયાદી તેમાં સમાધાન કરતા ન હોય જેથી કરીને હિંમતસિંહ તેની પાસે રહેલ અણીદાર હથિયાર ફરિયાદીને જમણા હાથના બાવળા ઉપર મારીને ઈજા કરી હતી તેમજ કપાળના ભાગે માર મારીને મુંઢ ઇજાઓ કરી હતી જ્યારે નટુભાઈએ ફરિયાદીને સમાધાન નહીં કરે તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી અને હિંમતસિંહ એ ગાળો આપીને ફરિયાદી તથા તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News