મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર


SHARE











મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારો શોધવા માટેની કવાયત છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી હતી દરમિયાન આજે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે છેલ્લી ઘડીએ એક મહિલા ઉમેદવારને ત્રણ સંતાન હોવાથી તેનું ફોર્મ ન ભરાય તેવી શક્યતા હતી. જેથી તાત્કાલિકના ધોરણે આમ આદમી પાર્ટી દ્વારા બીજા મહિલા ઉમેદવારને સવારે જ નક્કી કરીને બપોરે અઢી વાગ્યા પહેલા તેનું ફોર્મ ભરી દેવામાં આવ્યું હતું અને આમ આદમી પાર્ટી દ્વારા મોરબી મહાનગરપાલિકાની 52 ને 52 બેઠક ઉપર પોતાના ઉમેદવારોના ફોર્મ ભરી દેવામાં આવ્યા છે

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે તેવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલુ હતી કારણ કે ભાજપ અને કોંગ્રેસ તો હર હંમેશ સામ સામે હોય છે પરંતુ તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી દ્વારા પણ તેના ઉમેદવારો ઉભા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી જ મોરબીમાં સારા ઉમેદવારોને શોધવા માટેની કવાયત આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનો દ્વારા શરૂ કરવામાં આવી હતી અને મોરબી જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયા તથા જિલ્લાના પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા ઉમેદવારોની પસંદગી પૂર્ણ કર્યા બાદ તેઓના ફોર્મ પણ નિયત સમયે મર્યાદામાં ભરાઈ જાય તેના માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી હતી મહાપાલિકાની 52 ને 52 બેઠક ઉપર ઉમેદવારો નિશ્ચિત કરી દેવામાં આવ્યા હતા જોકે વોર્ડ નંબર 12 ની અંદર જે મહિલા ઉમેદવારનું ઉમેદવારી પત્ર આજે ભરવાનું હતું તેમને કુલ ત્રણ સંતાન હોવાના કારણે તેમનું ફોર્મ ન ભરાય તેવી શક્યતા હતી જેથી આમ આદમી પાર્ટી દ્વારા તાત્કાલિક સવારે જ નવા મહિલા ઉમેદવારને તૈયાર કરીને બપોરના અઢી વાગ્યા પહેલા તેમનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ ભરી દેવામાં આવ્યું છે આમ મોરબી મહાનગરપાલિકાની 52 ને 52 બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની ઉમેદવારી નોંધાવી દીધી છે અને હવે ચૂંટણીમાં વધુમાં વધુ આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજય બને તેના માટેની રણનીતિ નક્કી કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવશે. તેવું આગેવાને જણાવ્યું છે.






Latest News