મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી !


SHARE







ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી !

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ઉમેદવારી પત્રો ભરવા માટે થઈને ઉમેદવારોનો સરકારી કચેરીઓમાં ઘસારો જોવા મળતો હતો જો કે, 52 બેઠકો પૈકી ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભરાયા નથી તેવી વિગતો જાણવા મળી રહી છે જેમાં અધૂરું ફોર્મ, સોગંદનામુ ન હોય અથવા તો દાખલો ન હોવાના કારણે તેમના ફોર્મ ભરાયા નથી તેવી વિગતો જાણવા મળે છે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે થઈને ચૂંટણી પંચ દ્વારા અગાઉથી જ ફોર્મ ભરવા માટેની અને મતદાન તેમજ મતગણતરી માટેની તારીખો જાહેર કરી દેવામાં આવી હતી જોકે, છેલ્લી ઘડી સુધી ઉમેદવાર નક્કી ન થવાથી કે પછી ઉમેદવાર મળતા ન હોવાના કારણે રાજકીય પક્ષોને ઘણી વખત છેલ્લી ઘડીએ દોડાદોડી થતી હોય છે આવી ઘટનાઓ ભૂતકાળમાં અનેક વખત બની ગઈ છે દરમ્યાન આજે મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે મોરબીના જુદા જુદા વોર્ડ માટે થઈને રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો દ્વારા પોતાનો ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યા હતા જોકે કોંગ્રેસ તરફથી જે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા તે પૈકીના ત્રણ ઉમેદવારોના ફોર્મ ભરાયા નથી તેવી માહિતી જાણવા મળી ગઈ છે આ બાબતે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7 સામાન્ય મહિલાની બેઠક તેમજ વોર્ડ નંબર 12 માં ઓબીસી મહિલા અનામત બેઠક ઉપર તેઓના ઉમેદવારના ફોર્મ ભરાયેલા નથી જોકે તે બાબતે વધુમાં તેમણે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 6 ના સામાન્ય મહિલા ઉમેદવારનું ફોર્મ અધૂરું હોવાના કારણે, વોર્ડ નંબર 7 ના સામાન્ય મહિલા ઉમેદવારના ફોર્મની સાથે જરૂરી સોગંદનામુ ન હોવાના કારણે અને વોર્ડ નંબર 12 ના ઓબીસી મહિલા અનામત બેઠકના ઉમેદવાર પાસે જરૂરી દાખલો ન હોવાના કારણે તેનું ઉમેદવારી પત્ર ભરાયું નથી આમ 52 પૈકી મોરબી મહાનગરપાલિકાની 49 બેઠક ઉપર જ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભરાયા છે.




Latest News