વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ !
SHARE
વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ !
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ભાજપ દ્વારા કોને ટિકિટ અપાવામાં આવશે અને કોની ટિકિટો કાપવામાં આવશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ગઈકાલે મોડી રાત્રે ભાજપ દ્વારા તેના સત્તાવાર 52 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે જેમાં નગરપાલિકાની છેલ્લી બોડીના સભ્યોમાંથી સાત સભ્યોને રીપીટ કરાયા છે અને પાંચ પૂર્વ સભ્યોના પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવી છે જોકે પાલિકાના 5 પૂર્વ પ્રમુખ, બ્રહ્મ સમાજ અને રાજપૂત સમાજના પ્રમુખ અનેક ચેરમેનો તથા માજી સભ્યોના પત્તા કપાઈ ગયા છે
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગઈકાલે મોડી સાંજે મોરબી મહાનગરપાલિકા માટે 52 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી તેના ઉપર નજર કરીએ તો ભાજપ દ્વારા નો રિપીટ થિયરીની વાતો કરવામાં આવતી હતી પરંતુ હાલમાં મહાનગરપાલિકા માટે જે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં એક બે નહીં પરંતુ 7 જેટલા ઉમેદવાર રીપીટ કરાયા છે જેમાં અલ્પાબેન રોહિતભાઈ કંઝારિયા, જશવંતીબેન પ્રવીણભાઈ સોનગરા, મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર, કુંદનબેન શૈલેષભાઈ માકાસણા, મેઘાબેન દીપકભાઈ પોપટ, બ્રિજેશભાઈ આપાભાઈ કુંભારવાડીયા તથા ભાવિકભાઈ ભરતભાઈ જારીયાનો સમાવેશ થાય છે જ્યારે પાંચ ઉમેદવાર એવા છે કે જેમના પરિવારમાંથી ગત નગરપાલિકાની બોડીમાં સભ્ય હતા અને આ વખતે તેમાં ચહેરો બદલાવીને પૂર્વ સદસ્યાના પરિવારજનને જ ટિકિટ આપવામાં આવી છે જેમાં વીણાબેન માવજીભાઈ કંઝારિયા, ભારતીબેન ચુનીલાલ પરમાર, મનસુખભાઈ મૂળજીભાઈ સારેસા, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા અને હિરેન પરબતભાઈ કરોતરાનો સમાવેશ થાય છે તેમજ સનાળા ગામના સરપંચ સોનલબેન પ્રફુલભાઈ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયાને ભાજપ દ્વારા મહાનગરપાલિકાની ટિકિટ આપવામાં આવેલ છે
મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણી લડવા માટે થઈને ભાજપમાંથી કુલ 427 જેટલા આગેવાનો દ્વારા ટિકિટની માંગણી કરવા માંગી હતી જે પૈકીના 52 આગેવાનોને સત્તાવાર રીતે નામ જાહેર કરીને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે જો કે, કોના કોના પત્તા કપાયા તેની વાત કરીએ તો મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ પરબતભાઈ અવાડીયા, કેતનભાઇ અમૃતલાલ વિલપરા, લલિતભાઇ જેરાજભાઈ કામરીયા, અનુપસિંહ સજુભા જાડેજા અને દીનાબા જયવંતસિંહ જાડેજા, માજી ઉપપ્રમુખ જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, માજી ચેરમેન પ્રકાશભાઈ વાલાભાઈ ચબાડ ઇદ્રીશભાઈ મેપાભાઇ જેડા, હર્ષદભાઈ મોતીભાઈ કંઝારિયા, રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા, બ્રહ્મ સમાજના પ્રમુખ અનિલભાઈ પ્રભુલાલ મહેતા, મોરબી જિલ્લા યુવા ભાજપના માજી મહામંત્રી જયદીપભાઇ કનુભાઈ, શનાળા ગામના માજી ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલા, મોરબીના ઉદ્યોગકારોમાં હરેશભાઈ રામજીભાઈ બોપલિયા, અનિલભાઈ લાલજીભાઈ વરમોરા અને બળદેવભાઈ દેવજીભાઈ નાયક પરા તેમજ અનેક માજી સભ્યોના પત્તા કપાઈ ગયા છે.
ભાજપ દ્વારા કોને કોને ટિકિટ અપાઈ
મોરબી મહાપાલિકાના વોર્ડ વાઇઝ ઉમેદવારોની યાદી ઉપર નજર કરીએ તો વોર્ડ નં 1 માં વિણાબેન માવજીભાઈ કંઝારીયા, રમાબેન પરેશભાઈ રૂપાલા, જયંતિભાઈ દામજીભાઈ પડસુંબિયા અને જયદીપ પ્રશાંતભાઈ મેહતા: વોર્ડ નં 2 માં સિતાબેન પરબતભાઈ હુંબલ, આરતીબેન અમિતભાઈ ઝીંઝવાડીયા, મનસુખભાઈ મૂળજીભાઈ સારેસા અને જયેશભાઈ મહેશભાઈ અગેચણીયા: વોર્ડ નં 3 માં અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, રમાબેન કેતનભાઈ બોપલીયા, ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા અને જીગ્નેશભાઈ હંસરાજભાઈ કૈલા: વોર્ડ નં 4માં અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડિયા, પૂનમબેન જીતેન્દ્રભાઈ અગેચણીયા, ગૌતમ ભાવેશ પરમાર અને વિવેક રમેશભાઈ ગોલતર: વોર્ડ નં 5 માં મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ, મનુબેન રમેશભાઈ શિયાળ, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા અને મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલા: વોર્ડ નં 6 માં ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર, પુષ્પાબેન જીગરવાડા, કેયુરભાઈ નરેન્દ્રભાઈ પંડયા અને ચિરાગભાઈ હસમુખભાઈ રાણપરા: વોર્ડ નં 7 માં જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર, જયેશભાઈ વસંતરાય દેસાઈ અને ભાવિન ગીરીશ ઘેલાણી: વોર્ડ નં 8 માં જયોત્સનાબેન સવજીભાઈ ભીમાણી, કુંદનબેન શૈલેષભાઇ માકાસણા, ઉત્તમ મહેશભાઈ સુરાણી અને મહેન્દ્રભાઈ રમણીકભાઈ સવસાણી: વોર્ડ નં 9 માં ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા, નૂતનબેન હરસુખભાઈ વિડજા, હિરેનભાઈ પરબતભાઈ કરોતરા અને નવનીતભાઈ ભુદરભાઈ કુંડારીયા: વોર્ડ નં 10 માં અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા, સોનલબેન પ્રફુલભાઈ બાવરવા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી અને ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા: વોર્ડ નં 11 માં ભારતીબેન યુનીલાલ પરમાર, નીરૂપાબેન નિલેષભાઈ કાલરીયા, રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા અને ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા: વોર્ડ નં 12 માં શીતલબેન સાગરભાઈ વઘાડીયા, મેઘાબેન દિપકભાઇ પોપટ, બ્રિજેશભાઇ આપાભાઇ કુંભરવાડીયા અને રિષિપભાઈ નારણભાઇ કૈલા: વોર્ડ નં 13 માં ગીતાબેન મનોજભાઈ સોલંકી, જશવંતીબેન પ્રવિણભાઈ સોનગ્રા, ભાવિકકુમાર ભરતભાઇ જારીયા અને રાજેશભાઇ કાનજીભાઈ ડાભી નો સમાવેશ થાય છે.