મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા


SHARE







મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે થઈને ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમજ અન્ય પક્ષ અને અપક્ષના ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે અને ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો સમય પૂર્ણ થયો ત્યાં સુધીમાં કુલ મળીને 204 જેટલા આગેવાનો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હોવાની માહિતી અધિકારી પાસેથી જાણવા મળી રહી છે.

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજવાની છે ત્યારે આ ચૂંટણીમાં મહાપાલિકાના પ્રથમ વખતના સભ્ય બનવા માટે થઈને અને લોક સેવા કરવા માટે થઈને આગેવાનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે જેથી જુદા જુદા રાષ્ટ્રીય પક્ષો તરફથી તેમજ અપક્ષમાં ચૂંટણી લડવા માટે ઉમેદવારી કરવામાં આવી રહી છે અને છેલ્લા દિવસે બહુ મોટા પ્રમાણમાં આગેવાનોનો ઘસારો જોવા મળ્યો હતો. મોરબીમાં અલગ અલગ ત્રણ જગ્યા ઉપર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા અન્ય પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ ભરવામાં હતા ઉલ્લેખનિય છે કે, છેલ્લા દિવસ સુધી ભાજપ દ્વારા તેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા જેથી કરીને ભાજપના 52 ને 52 સભ્યો દ્વારા આજે ફોર્મ ભરવામાં આવ્યા છે તેમજ છેલ્લા દિવસોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા તેમના કેટલાક આગેવાનો દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યા હતા અને બાકીના ઉમેદવારોના ફોર્મ શનિવારે ભરવામાં આવ્યા છે આ ઉપરાંત ભાજપમાંથી ટિકિટ ન મળવાના કારણે ઘણા બધા ભાજપના આગેવાનોએ નારાજ થઈને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે અને પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે આમ કુલ મળીને મહાનગરપાલિકાની ચૂંટણી માટે 204 જેટલા આગેવાનો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે

જો આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો શુક્રવાર સુધીમાં વોર્ડ નંબર 1 થી 4 માં 23, વોર્ડ નંબર 5 થી 9 માં 31 અને વોર્ડ નંબર 10 થી 13 માં 21 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. આજે ઉમેદવારી પત્ર ભરવાનો શનિવારે છેલ્લો દિવસ હતો ત્યારે વોર્ડ નંબર 1 થી 4 માં 45, 5 થી 9 માં 47 અને 10 થી 13 માં 37 આગેવાનો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે આમ કુલ મળીને વોર્ડ નંબર 1 થી 4 માં 68, વોર્ડ નંબર 5 થી 9 માં 78 અને વોર્ડ નંબર 10 થી 13 માં 58 આગેવાનો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ભરવા આવ્યા છે જોકે હવે આ ફોર્મની ચકાસણી કરવામાં આવશે તેમાં કેટલા ફોર્મ રિજેક્ટ થાય છે અને ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના દિવસે કેટલા ફોર્મ પાછા ખેંચાય છે તે નક્કી થયા બાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થશે




Latest News