મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં હિમાલય સેલ્સ એજન્સીના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ બાબુ ચુનાના પાર્સલનો જથ્થો મળ્યો: બે સામે ફરિયાદ


SHARE











મોરબીમાં હિમાલય સેલ્સ એજન્સીના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ બાબુ ચુનાના પાર્સલનો જથ્થો મળ્યો: બે સામે ફરિયાદ

મોરબીમાં અગાઉ દવા ડુપ્લીકેટ, દારૂ ડુપ્લીકેટ વિગેરે વસ્તુઓ ડુપ્લીકેટ મળી છે ત્યારબાદ હવે બાબુ લાઈમ ચૂનો પણ ડુપ્લીકેટ મળતો હોય તેવો ઘાટ જોવા મળ્યો છે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ શેડ નં. કે1-49 ખાતે આવેલ હિમાલય સેલ્સ એજન્સીના ગોડાઉનમાં બાબુ લાઈમ પ્રા.લી. કંપની વાળાએ તપાસ કરી હતી ત્યારે ત્યાંથી તેના ડુપ્લીકેટ બાબુ પાર્સલના ચુનાનો જથ્થો મળી આવેલ હતો જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરેલ છે.

રાજકોટમાં ગોંડલ રોડ ઉપર શિવાલિક પાછળ આવેલ ઉદ્યોગનગર કોલોનીમાં રહેતા યોગેશભાઈ ધીરજલાલ પરમાર (32)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરવિંદભાઈ છગનભાઈ કાસુંદ્રા (50) રહે. શ્રીકુંજ સોસાયટી કેનાલ રોડ એપાર્ટમેન્ટ બ્લોક નં- 3 મોરબી તથા સુનિલભાઈ રહે. વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓની બાબુ લાઈન પ્રા. લિ. ની કોપીરેટ રજીસ્ટર કરાવેલ છે અને તેમની કંપનીની સ્પેશિયલ ફોડેલો ચૂનો કાળા અક્ષરે ગુજરાતીમાં લખેલ છે તથા હિન્દી અને અંગ્રેજીમાં બાબુ પાર્સલ લખેલ છે જે ડિઝાઇન તથા લખાણ વાળા પેકિંગમાં બાબુ પાર્સલ નામે ચૂનાનું પેકિંગ કરી તેઓ વેચાણ કરે છે તે મુજબના જ આરોપીઓ પાસેથી બાબુ પાર્સલના લેબલની કોપી કરેલ ચૂનાના પાર્સલના 38 થેલા મળી આવ્યા હતા જે એક થેલાની કિંમત 350 રૂપિય આમ કુલ મળીને 13,300 ની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો અને આ માલ તેને આરોપી સુનિલભાઈ પાસેથી લીધેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કોપીરાઇટ એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને એક આરોપીને પકડીને બીજા આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.






Latest News