મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

ટંકારા-હીરાપર વચ્ચે રીક્ષા-ટ્રેકટર વચ્ચે અકસ્માત, સાત ઇજાગ્રસ્તો પૈકી એક મહિલાનું મોત


SHARE







ટંકારા-હીરાપર વચ્ચે રીક્ષા-ટ્રેકટર વચ્ચે અકસ્માત, સાત ઇજાગ્રસ્તો પૈકી એક મહિલાનું મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ટંકારા અને હીરાપર ગામ વચ્ચે આવેલા રસ્તે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ઓટો રિક્ષામાં જઈ રહેલા મોરબી વીસીપરાના પરિવારની રીક્ષાને ટ્રેક્ટરના ચાલાકે હડફેટે લેતા રીક્ષામાં સવાર સાત લોકોને ઇજાઓ પહોંચી હતી.જે પૈકી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ટંકારાના હીરાપર ગામના રસ્તે ગઈકાલ તા.૮-૪-૨૬ ના સાંજના સાતેક વાગ્યે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં મોરબીથી ટંકારા થઈને ધ્રોલ જઈ રહેલ રીક્ષામાં સાતેક લોકો મુસાફરી કરી રહ્યા હતા.તે લોકોને ઇજાઓ થતા મોરબીની સરકારી અને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે પૈકી જામનગરના એક મહિલાનું મોત નીપજ્યું છે.વધુમાં મળતી માહિતી પ્રમાણે આ અકસ્માત બનાવવામાં જીન્નતબેન મહમદહુશેન સંઘવાણી (૩૮) રહે. મીયાણાવાસ એકેડે બાપુની દરગાહ નજીક બેડેશ્વર જામનગર, રેશ્માબેન ગફુરભાઈ જામ (૧૮), ગફુરભાઈ સિદીકભાઇ જામ (૬૩), ગુલશનબેન અનવરભાઈ જામ (૪૩), નઝમાબેન નુરાઅલી જામ (૧૨), ફિઝા અનવરભાઈ જામ (૧૨) તથા હસીનાબેન ગફુરભાઈ જામ (૫૦) રહે બધા કુલીનગર મોરબી વાળાઓને ઇજાઓ પહોંચી હતી.તમામને ટંકારા સિવિલે સારવાર બાદ મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જે પૈકી જીન્નતબેન અને ગફુરભાઈને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. અને ત્યાં સારવાર દરમિયાન જીન્નતબેન મહમદહુશૈન સંઘવાણી (૩૯) રહે. મિયાણાવાસ બેડેશ્વર જામનગરનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું. બનાવની એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ થતા સ્ટાફના ભગવાનભાઈ ખટાણાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વધુ તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરી હતી.
આધેડનું મોત
મોરબીના નવલખી પોર્ટ ખાતે રહી મજૂરી કામ કરતા અસમાનસિંગ ખુમાનસિંગ નામના ૫૪ વર્ષના આધેડને છાતીમાં દુખાવો થતાં તેમનું મોત નિપજયુ હતુ. જેથી તેમના ડેડબોડીને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતુ બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના આર.આર.મિયાત્રા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના જુના બસ સ્ટેશન પાસે થયેલ મારામારીના બનાવના ઈજા પામેલ વાવડી રોડ જનકનગર વિસ્તારમાં રહેતા આદિલ ફારૂકભાઈ માણેક નામના ૨૫ વર્ષના યુવાનને સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો બનાવને પગલે પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.
વાહન અકસ્માત
મોરબીના ઘુંટુ રોડેથી ઉંચી માંડલ જતા રસ્તે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં અહમદ તથા અબ્રાહમને ઇજાઓ થતા સારવાર માટે ખસેડ્યા હતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણીયાએ તપાસ કરી હતી.જ્યારે મોરબીની પીપળીયા ચોકડીથી વિરપરડાના રસ્તે લેવેન્ઝા સિરા. પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા મોહનભાઈ ખીમાભાઈ આહીર (૩૦) રહે.મહુધરા પાટણ ને ઈજા થઈ હતી.જેથી સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના જેતપર રોડ પાવળીયારી પાસે બાઇક સ્લીપ થઇ જતા મોહિત રામજીભાઈ (૩૭) રહે.જેતપુર મચ્છુ તા.જી. મોરબીને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલે બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોય તાલુકા પોલીસ મથકના લાલભા ચૌહાણ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News