મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો: રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખની રજૂઆત


SHARE







મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો: રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખની રજૂઆત

મોરબીમાં લગ્ન પ્રસંગો કે અન્ય પ્રસંગોમાં તેમજ વેપારીઓની દુકાને જઈને કિન્નરો દ્વારા આશીર્વાદના નામે ખંડણીની જેમ રૂપિયા માંગવામાં આવે છે જેથી કરીને મોરબી રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખ દ્વારા આ બાબતે મોરબીના એસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને મોરબીમાં ટ્રાન્સજેન્ડર (કિન્નરો) દ્રારા કરવામાં આવતી પજવણી રોકવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબીમાં આવેલ ઋષભનગર સોસાયટીમાં રહેતા મોરબી રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખ કનકસિંહ ડી. જાડેજાએ એસપીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં ટ્રાન્સજેન્ડર (કિન્નરો) દ્રારા મહિલાઓ ઘરે એકલા હોય ત્યારે તેમજ લગ્ન પ્રસંગોમાં અને અન્ય પ્રસંગોમાં તેમજ વેપારીઓ સહિતનાઓની પજવણી કરીને મોટી રકમની માંગણી કરવામાં આવતી હોય છે જેથી લોકો ખુબ જ હેરાન થાય છે. જેથી કરીને જાહેરનામું બહાર પાડીને નાગરીકોની સુરક્ષા અને શાંતી જળવાયએ માટે જબરદસ્તી રકમ માંગણી પર પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરી છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, કિન્નરો લગ્ન પ્રસંગે, બાળકના જન્મ વખતે કે અન્ય કોઈ શુભ પ્રસંગે તેમજ વેપારીઓના વ્યવસાયના સ્થળો ઉપર જઈને કોઈ ચોકકસ મોટી રકમ આપવા માટે દબાણ કરી શકશે નહી. નાગરીકો પોતાની સ્વેચ્છાએ અને ખુશીથી જે રકમ આપે તે જ તેમણે સ્વીકારવાની રહેશે. આવું જાહેરનામું બહાર પાડવાની જરૂર છે. આટલું જ નહીં ઘણી વખત પૈસા મેળવવા માટે કિન્નરો દ્રારા અશ્લીલ ચેનચાળા, ગાળાગાળી કે કપડા ઉતારવા જેવી હરકતો કરવામાં આવે છે તેના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ, લોકોના ઘરમાં જબરદસ્તી ઘુસવું કે રસ્તો રોકીને ઉભા રહી જવું એ ગુન્હો ગણાશે અને જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી જોગવાઈ કરવાની જરૂર છે. અને ખાસ કરીને કિન્નરો કોઈના ઘર કે દુકાનમાં આવીને મોટી રકમ માટે દબાણ કરે અથવા ધાક-ધમકી આપે તો ડરવાની જરૂર નથી. તાત્કાલીક ૧૦૦ અથવા ૧૧૨ નંબર ઉપર ફોન કરીને પોલીસને જાણ કરવી અથવા પોલીસમાં લેખીત ફરીયાદ આપવી જોઈએ. અને પોલીસ દ્વારા લોકોની પજવણી કરનારાઓની સામે કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે. અને અંતમાં રજૂઆત કરનારે જણાવ્યુ છે કે, આ રજૂઆત ટ્રાન્સજેન્ડર (કિન્નરો) સમુદાયને હેરાન કરવા માટે નહીં પરંતુ આર્શીવાદના નામે થતી ખંડણી જેવી પ્રવૃતિઓને રોકવા માટે કરવામાં આવી છે.






Latest News