મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે


SHARE











મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામ ખાતે રહીને મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુરના પરિવારની સગીરવયની દિકરીનું અપહરણ કરી જનાર પરણિત ઢગા ને તાલુકા પોલીસે પકડીને જેલ હવાલે કરેલ છે. 

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, થોડા દિવસો પહેલા મોરબીના લક્ષ્મીનગર ગામેથી મૂળ છોટાઉદેપુરના વતની એવા મજુર પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું.જે બાબતે ભોગ બનેલ સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.જેની તપાસ ચલાવીને તાલુકા પોલીસ મથકના પીઆઇ તથા સ્ટાફ દ્વારા આ ગુનામાં આરોપી સુરેશભાઈ ખલિયાભાઈ નાયક રહેવાસી જે તે સમયે લક્ષ્મીનગર તા.મોરબી મૂળ રહે.હુડેસિયા ગામ કોલીપાટી તા. જેતપુર પાવી જિલ્લો છોટાઉદેપુર ની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ઇજાગ્રસ્ત રાજકોટ ખસેડાયા

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ પ્રવીણભાઈ મનજીભાઈ કણસાગરા (રહે.પાવન પાર્ક મોરબી-૨) નામના ૪૬ વર્ષના યુવાનને પ્રાથમિક સારવાર મોરબી ખાતે આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રમાંથી જાણવા મળેલ છે.જ્યારે મોરબી સામાકાંઠે સોઓરડીમાં રહેતા પંકજભાઈ પાલાભાઈ બારોટ નામના ૨૪ વર્ષના યુવાનને ઇઁસ્માઇભાઇના બંગલા નજીક છરી-ધોકા વડે પાંચેક લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી ઈજા પામતા તેને સારવાર માટે લઇ જવાયો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ટંકારા ખાતે ખજૂરાહો હોટલ નજીક ગાડી પલ્ટી મારી જતા કરશનભાઈ કાનાભાઈ ભરડા (૩૫) રહે.માંગરોળ અને રામદેવ ભીખાભાઈ ભરડા (૪૦) રહે.માંગરોળ ને અત્રેની સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે હળવદના કડીયાણા ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડી જતા વનિતાબેન જયંતીભાઈ વડવી નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે મોરબી પોલીસ દ્વારા નોંધ કરીને વધુ તપાસ માટે હળવદ પોલીસની જાણ કરવામાં આવી હતી.તેમજ મોરબીના ન્યુ નવલખી ખાતે રહેતા નવાઝભાઈ આમદભાઈ ગંઢ નામના ૧૪ વર્ષના સગીરને પીપળીયા ચોકડી નજીક ઇકો કારના ચાલકે હડફેટે લેતા તેને ઈજા પામેલ હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News