ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા


SHARE











મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનની સામેના ભાગમાં તથા મોરબીમાં સામાકાંઠે કુબેર ટોકીઝના ગ્રાઉન્ડમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા કુલ મળીને 7 શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડ રકમ કબ્જે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદા જુદા ગુના નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન સામે જાહેરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મુકેશભાઈ આશુભાઈ કારીયા (45) રહે. હાઉસિંગ બોર્ડ સનાળા રોડ મોરબી, બાબુભાઈ રાજાભાઈ કંઝારીયા (46) રહે. વજેપર મોરબી, રહીમભાઈ કાસમભાઇ સુમરા (46) રહે. વીસીપરા મોરબી, સુરેશભાઈ વાલજીભાઈ કંઝારીયા (43) રહે. વજેપર મોરબી અને અલ્તાફભાઈ કાસમભાઇ જુનાચ (40) રહે. કાલિકા પ્લોટ મોરબી વાળા ચલણી નોટના નંબરના આધારે હાર જીતનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની પાસેથી 24,000 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝના મેદાનમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હતા ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રવીણભાઈ ઉર્ફે રવિભાઈ બળદેવભાઈ સોલંકી (38) તથા સંજયભાઈ ઇશ્વરભાઇ વઢીયારા (32) રહે. બંને કુબેરધાર પાછળ મફતીયુપરૂ શોભેશ્વર રોડ મોરબી વાળા ચલણી નોટના નંબરના આધારે જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 610 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને બંને આરોપીને પકડીને પોલીસે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.






Latest News