મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના ગુનામાં નાસતો ફરતો આરોપી બે 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત
Breaking news
Morbi Today

મોરબીમાં દેશી-વિદેશી દારૂની 4 રેડ: 19 બોટલ વિદેશી, 25 લિટર દેશી દારૂ અને 300 લિટર આથો કબ્જે


SHARE











મોરબીમાં દેશી-વિદેશી દારૂની 4 રેડ: 19 બોટલ વિદેશી, 25 લિટર દેશી દારૂ અને 300 લિટર આથો કબ્જે

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં દેશી વિદેશી દારૂની 4 રેડ કરવામાં આવી હતી જેમાં પોલીસે દારૂની નાની મોટી 19 બોટલો તેમજ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 300 લિટર આથો તથા 39 લિટર દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે અને પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ગરબી ચોક પાસેથી ડબલ સવારી એકટીવા નં જીજે 36 એ કયું 0041 લઈને પસાર થઈ રહ્યું હતું જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા એક્ટિવા ઉપર જઈ રહેલા શખ્સો પાસેથી દારૂની મોટી 16 બોટલ મળી આવતા પોલીસે 10,240 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 50,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 60240 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી ઊર્વરાજસિંહ ઉર્ફે ઉર્વિષ હકુભા ઝાલા (26) રહે. એમ- 37 મકાન નં. 126 ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી તથા મનોજભાઈ ઉર્ફે મિસ્ત્રી કિશોરભાઈ થારેચા (52) રહે. એમ-68 મકાન નં. 776 ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ સનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને બંને સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂની રેડ

મોરબીના સનાળા ગામે સમાજ વાડીની દિવાલની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 14 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી 2800 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા દારૂનું વેચાણ કરીને મેળવેલ 8300 આમ કુલ મળીને 11,100 નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી શક્તિસિંહ જયદીપસિંહ જાડેજા (24) રહે. નીતિનનગર સોસાયટી સનાળા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન રવુભા બનુભા ઝાલા રહે. સનાળા વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે

25 લીટર દારૂ અને 300 લિટર આથા સાથે આરોપી પકડાયો

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કાળીપાટના વોકળાના કાંઠે બાવળની કાંટમાં અશ્વિનભાઈ વાઘાણીના મકાનની પાછળના ભાગમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 25 લીટર દેશી દારૂનો જથ્થો તથા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 300 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 12,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અશ્વિનભાઈ ઉર્ફે ભુવો મનુભાઈ વાઘાણી (35) રહે. કાળીપાટ વિસ્તાર વોકળાના કાંઠે મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ત્રણ બોટલ સાથે આરોપી ઝડપાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટની બાજુમાંથી સ્કૂટર લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની ત્રણ બોટલ મળી આવી હતી જેથી 360 રૂપિયાની કિંમતનો દારૂ તથા 30,000 રૂપિયાની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને 30,360 ની કિંમતનો મુદામાલ કબજે કરી પોલીસે આરોપી સલમાન ઉર્ફે ઢીગસીંગ ઉમેદઅલી ધારાણી (22) રહે. લાયન્સનગર ખોજા સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરીને તેની સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News