ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી


SHARE











મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મોરબીમાં ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડવા માટે આગેવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એક એક વોર્ડમાંથી એવરેજ 30થી 40 જેટલા ઉમેદવારો ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા છે ત્યારે કોને ટિકિટ આપી અને કોની ટિકિટ કાપવી આ અસમંજસ હવે પ્રદેશ અને મવડી મંડળ સામે ઊભી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને અગાઉ જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ટંકારા તથા વાંકાનેર નગરપાલિકાની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે જેમાં 179 બેઠકો માટે 580 જેટલા દાવેદારો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવેલ છે.

જોકે આજે સવારેથી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે થઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સેન્સ લેવા માટે પ્રદેશમાંથી ધારાસભ્ય અમિતભાઈ શાહ તેમજ પુષ્પાબેન મિસ્ત્રી અને રુચિરભાઈ ભટ્ટને મૂકવામાં આવ્યા છે અને તેઓ દ્વારા ક્રમશઃ એક પછી એક વોર્ડના દાવેદારોને બોલાવીને તેમની સેન્સ લેવામાં આવી રહી છે.અત્યાર સુધીમાં 4 જેટલા વોર્ડની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને દરેક વોર્ડમાંથી મોટા પ્રમાણમાં આગેવાનો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી રહી છે જેથી મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપમાંથી કોને ટિકિટ આપવી અને કોની ટિકિટ કાપવી તે અસમંજસ ઊભી થશે એવું હાલમાં દેખાઈ રહ્યું છે

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાe જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં માળિયા, વાંકાનેર, ટંકારા, હળવદ તથા મોરબી તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો તેમજ તાલુકા પંચાયતની બેઠકો અને વાંકાનેર તેમજ ટંકારા નગરપાલિકાની બેઠકો માટે સેન્સ લેવામાં આવી હતી આમ કુલ મળીને 179 બેઠક માટે 580 જેટલા આગેવાનો દ્વારા ટિકિટ માટે દાવેદારી કરવામાં આવી છે આજે મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટેની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તેમાં પ્રથમ વોર્ડથી જ આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે, દરેક વોર્ડમાં એવરેજ 30 થી 40 જેટલા આગેવાનો દ્વારા દરેક વોર્ડમાં ટિકિટ માટેની દાવેદારી કરવામાં આવી રહી છે અને મોડી સાંજ સુધીમાં મોરબી મહાનગરપાલિકા તથા માળિયા નગરપાલિકાની બેઠકો માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ સંકલન ની બેઠક મળશે અને તેમાં દાવેદારોની પેનલ નક્કી કરીને પ્રદેશમાં નામ મોકલાવવામાં આવશે.






Latest News