મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે


SHARE











મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે

મોરબીના પંચાસર રોડ ઉપર કેનાલ નજીકથી બે બોટલ દારૂ સાથે એક ઝડપાયો હતો જયારે રાજપર ગામની સીમમાં 400 લિટર દેશી દારૂ ઝડપાયો છે જો કે, આરોપી સ્થળ ઉપર હજાર મળી આવેલ ન હતો અને ઊંચી માંડલ ગામની સીમમાં વનરાવન હનુમાનજી તરફ જવાના રસ્તા ઉપર બાવળની કાંટમાંથી 96 લિટર દેશી દારૂ સહિત 1.14 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પંચાસર રોડ ઉપર કેનાલ નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 600 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 15000 રૂપિયાની કિંમત એક મોબાઈલ ફોન આમ કુલ મળીને પોલીસે 15,600 ની કિંમતના મુદ્દામાલને કબ્જે કર્યો હતો અને આરોપી જાહિદભાઇ સાહબુદીનભાઇ પીલુડીયા (23) રહે. લાટી પ્લોટ શેરી નંબર 10 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ દારૂની બોટલો સાજીદ ઉર્ફે ટેણી રહે. મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

400 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાજપર ગામની સીમમાં જીઆઇડીસીની પાછળના ભાગમાં ખરાબમાં બાવળની કાટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 80 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કપિલસિંહ ભીખુભા ઝાલા રહે. સનાળા મોરબી વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

96 લિટર દેશી દારૂ સહિત 1.14 લાખનો મુદામાલ કબ્જે

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઊંચી માંડલ ગામની સીમમાં વનરાવન હનુમાનજી તરફ જવાના રસ્તા ઉપર બાવળની કાંટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 96 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી 19,200 ની કિંમતનો દારૂ તથા 90,000 રૂપિયાની કિંમતનું વાહન અને 5000 રૂપિયાની કિંમતમાં મોબાઈલ આમ કુલ મળીને 1,14,200 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે આરોપી સતિષભાઈ બાબુભાઈ વેસરા (19) રહે. ધરમપુર વાળાની ધરપકડ કરેલ છે અને જોકે પોલીસને જોઈને ગૌતમ ઉર્ફે ગટ્ટો કાટોડીયા રહે. ઊંચી માંડલ વાળો નાસી ગયેલ છે અને પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અજય ઉર્ફે બુદો શામજીભાઈ ઝંઝવાડીયા તથા વાલજી ઉર્ફે વાલો શામજીભાઈ ઝંઝવાડીયા રહે. બંને મોરબી વાળાના નામ સામે આવેલ છે જેથી ચાર શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના ત્રણ આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News